Rishabh Pantની કાર અકસ્માતનો VIDEO : જોઈને કહેશો ભગવાનના ચમત્કારથી જ બચ્યો

Rishabh Pantની કાર અકસ્માતનો VIDEO : જોઈને કહેશો ભગવાનના ચમત્કારથી જ બચ્યો

નવી દિલ્હી, તા.30 ડિસેમ્બર-2022, શુક્રવાર

ભારતીય ટીમના ક્રિકેટર ઋષભ પંત આજે સવારે એક ભયાનક અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. પંત હાલ દહેરાદુનની મૈક્સ હોસ્પિટલ સારવાર હેઠળ છે. ઋષભ પંત દિલ્હીથી ઉત્તરાખંડ જઈ રહ્યો હતો, ત્યારે પંતને અચાનક ઝોકું આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. 

ઋષભ પંતની કાર આગમાં બળીને ખાક

પંતની કાર પણ આગમાં બળીને ખાક થઈ ગઈ છે. કારમાંથી બહાર આવવા માટે પંતે કારનો કાચ તોડવો પડ્યો હતો. હવે આ દુર્ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પંત ચહેરો ખુલથી લથપથ જોવા મળી રહ્યો છે.

પંતે કહ્યું, કેવી રીતે થયો અકસ્માત

પંતના નિવેદન અનુસાર, તેને ઝોકું આવી જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ કારમાં આગ ભભુકી ઉઠી હતી. પંત દિલ્હીથી રૂડકી તરફ જઈ રહ્યો હતો. અકસ્માત બાદ તુરંત સ્થળ પર આવેલા 108ના કર્મચારીઓ અને હરિદ્વાર પોલીસે ગંભીર ઈજાગ્રસ્ત ઋષભ પંતને પહેલા રૂડકી હોસ્પિટલમાં ખસેડ્યો, ત્યાર બાદ તેને દેહરાદૂનની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

પંતના અકસ્માતની ઘટનાની તસવીરો-વીડિયો વાયરલ

ઋષભ પંતના અકસ્માતની ઘટનાના તસવીરો સોશિયલ મીડિયા પર સતત શેર કરાઈ રહી છે. તો આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પંતની કાર કેટલી સ્પીડથી રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

Share: