શ્રીલંકા સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, T20માં હાર્દિક અને વનડેમાં રોહિત કેપ્ટન

શ્રીલંકા સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, T20માં હાર્દિક અને વનડેમાં રોહિત કેપ્ટન

મુંબઈ, તા.27 ડિસેમ્બર-2022, મંગળવાર

શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. બીસીસીઆઈ દ્વારા મંગળવારે મોડી રાત્રે આની જાહેરાત કરાઈ છે. હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝ માટે ટીમની કમાન સોંપાઈ છે, જ્યારે રોહિત શર્મા વનડે સિરીઝમાં ટીમનું સુકાન સંભાળશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને ટી-20 શ્રેણીમાં આરામ અપાયો છે.

ટી20 શ્રેણી માટેની ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (સુકાની), સૂર્યકુમાર યાદવ (ઉપ-સુકાની), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર

Share: