હુમલાની ચેતવણી : પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસના કર્મીઓને હોટલમાં પ્રવેશતા અટકાવાયા

હુમલાની ચેતવણી : પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસના કર્મીઓને હોટલમાં પ્રવેશતા અટકાવાયા

ઈસ્લામાબાદ, તા.25 ડિસેમ્બર-2022, રવિવાર

પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસના કર્મચારીઓ પર હુમલાને લઈને એલર્ટ જારી કરાયું છે. સુરક્ષા એજન્સીઓના એલર્ટ બાદ સંભવિત હુમલાને કારણે અમેરિકી સરકારી કર્મચારીઓને ઈસ્લામાબાદની મેરિયટ હોટલમાં પ્રવેશતા અટકાવાયા હતા. અમેરિકી દૂતાવાસ દ્વારા જારી કરાયેલી સુરક્ષા ચેતવણીમાં કહેવાયું છે કે ઈસ્લામાબાદની મેરિયટ હોટેલમાં અમેરિકનો વેકેશન દરમિયાન હુમલાની યોજના બનાવી રહ્યા છે.

અમેરિકનો પર હુમલાની યોજના

અમેરિકી દૂતાવાસના કર્મચારીઓને ચેતવણી જારી કરતા અમેરિકી સરકારે કહ્યું કે તેને એવી માહિતી મળી છે કે અજાણ્યા વ્યક્તિઓ રજાઓ દરમિયાન ઈસ્લામાબાદની મેરિયટ હોટેલમાં અમેરિકનો પર હુમલાની યોજના બનાવી શકે છે. તેથી ઈસ્લામાબાદમાં અમેરિકી દૂતાવાસના તમામ અમેરિકન કર્મચારીઓને તાત્કાલિક અસરથી ઈસ્લામાબાદની મેરિયટ હોટેલની મુલાકાત લેવાથી અટકાવી દીધા છે.

અમેરિકી દૂતાવાસના કર્મીઓને સાર્વજનિક સમારોહમાં જવા પર પ્રતિબંધ

ઉપરાંત અમેરિકી દૂતાવાસના કર્મચારીઓને સાર્વજનિક સમારોહમાં જવા પર પ્રતિબંધ મુકાયો છે. અમેરિકાએ દૂતાવાસના કર્મચારીઓ માટે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દૂતાવાસે કર્મચારીઓને રજાઓ દરમિયાન ઈસ્લામાબાદની બિન-જરૂરી અને અનૌપચારિક મુલાકાત ટાળવા અપીલ કરવામાં આવી છે.

Share: