દક્ષિણ આફ્રિકાના બોક્સબર્ગમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટથી 20થી વધુના મોત

દક્ષિણ આફ્રિકાના બોક્સબર્ગમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટથી 20થી વધુના મોત
Image Twitter

તા. 24 ડીસેમ્બર 2022, શનિવાર

હાલમા મળેલી માહિતી મુજબ દક્ષિણ આફ્રિકામાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટ અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસ ટેન્કર અંડરપાસમાં ફસાઈ ગયા બાદ ગેસ લીક ​​થવાને કારણે આ વિસ્ફોટ થયો હતો.

દક્ષિણ આફ્રિકામાં ગેસ ટેન્કરમાં મોટો વિસ્ફોટ
આજે દક્ષિણ આફ્રિકાના બોક્સબર્ગ શહેરમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ ગેસ ટેન્કરમાં થયો હતો. મળતી  માહિતી મુજબ આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું જાણવામાં આવી રહ્યું છે કે ગેસ ટેન્કર અંડરપાસમાં ફસાઈ જવાના કારણે ગેસ લીક ​​થવાથી આ વિસ્ફોટ થયો હતો.

દક્ષિણ આફ્રિકાના ગૌટેંગ પ્રાંતમાં પૂર્વ રેન્ડ પર બોક્સબર્ગ શહેર આવેલું છે. આ બોક્સબર્ગમાં શહેર પાસે આજે શનિવારે સવારે એક ગેસ ટ્રક  ટેન્કર અંડરપાસમાં ફસાઈ ગયા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ ઓઆર ટેમ્બો મેમોરિયલ હોસ્પિટલથી થોડાક મીટર દૂર હોસ્પિટલ રોડ પર થયો હતો. આ ટ્રકમાં એલપી ગેસની હોવાનું જાણવા મળ્યું છે. 

Share: