×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મસ્કે આખરે ટ્વીટર CEO પદેથી આપશે રાજીનામું, રાખી આ એક શરત


દુનિયાના ધનિક વ્યક્તિ  એલોન મસ્ક વિશે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે, જે ટ્વિટર વપરાશકર્તા માટે વધુ આશ્ચર્યની વાત નહિ હોય કારણ કે મસ્કે મુકેલા પોલ વિશે તેમને પહેલેથી જ અંદાજ હશે. ટ્વિટરના સીઈઓ એલોન મસ્કે તેમની સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના સીઈઓ પદ પરથી બહુ જલ્દી રાજીનામું આપી શકે છે. આજે, એક ટ્વીટ દ્વારા, તેણે આની જાહેરાત કરી છે અને લોકોએ આપેલ અભિપ્રાયને અનુસરવાનું નક્કી કર્યું છે.

એલન મસ્કે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, "જલ્દીથી કોઈ મૂર્ખ વ્યક્તિ મળતાં જ તે રાજીનામું આપી દેશે જે આ પદ લેવા માટે લાયક હશે. તે પછી તે માત્ર સોફ્ટવેર ચલાવશે અને સર્વર ટીમનું ધ્યાન રાખશે." બીજી ટ્વીટમાં  લખ્યું કે, "નવા તમારા ચૂંટાયેલા પ્રતિનિધિને જાણવાનું કે, તમે આ $1.7 ટ્રિલિયન ખર્ચના બિલ વિશે શું વિચારો છો જે તેઓ પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે!


એક રિપોર્ટ પ્રમાણે  એલોન મસ્ક નવા સીઈઓની શોધમાં છે
હાલના જ  એક અહેવાલ મુજબ, એલોન મસ્ક સક્રિયપણે ટ્વિટરના નવા મુખ્ય કાર્યકારી અધિકારીની શોધમાં છે. એલોન મસ્ક તાજેતરમાં એક ટ્વિટર પોલ મુક્યું હતું જેમાં તેણે પૂછ્યું હતું કે, શું તેણે ટ્વિટરના સીઈઓ તરીકે રાજીનામું આપવું જોઈએ. આ પોલના જવાબમાં, કુલ 57.5 ટકા વપરાશકર્તાઓએ એલોન મસ્કને હટાવવાની તરફેણમાં મત આપ્યો અને કહ્યું કે તેણે રાજીનામું આપવું જોઈએ.

માત્ર 2 મહિનામાં ટ્વિટરનું CEO પદ્દ છોડવું પડી શકે છે    
આ મતદાનનું પરિણામ એલોન મસ્ક માટે પણ નિરાશાજનક રહ્યું હશે કારણ કે તેમને ટ્વિટરની જવાબદારી સંભાળ્યાને માત્ર 2 મહિના થયા છે. મસ્કે કહ્યું હતું કે, તેઓ તેમના મતદાનના પરિણામોને અનુસરશે અને જો યુઝર્સ ઇચ્છે તો તેઓ ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું પણ આપી દેશે.