VIDEO: 21 વર્ષ બાદ ભારતને મળ્યો તાજ : સરગમ કૌશલ બની મિસિસ વર્લ્ડ-2022

VIDEO: 21 વર્ષ બાદ ભારતને મળ્યો તાજ : સરગમ કૌશલ બની મિસિસ વર્લ્ડ-2022

નવી દિલ્હી, તા.18 ડિસેમ્બર-2022, રવિવાર

21 વર્ષની લાંબી રાહ બાદ ભારતે મિસિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો છે. સરગમ કૌશલ મિસિસ વર્લ્ડ-2022ની વિજેતા બની છે. 

સરગમ કૌશલ બની મિસિસ વર્લ્ડ 2022 

અમેરિકામાં મિસિસ વર્લ્ડ 2022 ઈવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં બોલિવૂડના મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. 21 વર્ષ બાદ જ્યારે મિસિસ વર્લ્ડનો ખિતાબ ભારતના નામે થયો ત્યારે સરગમ કૌશલ સ્ટેજ પર ખુબ જ ભાવુક જોવા મળી. સરગમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. વીડિયોમાં સરગમ તાજ પહેરીને રડતી નજરે પડે છે.

મિસિસ વર્લ્ડ 2022નો તાજ જીત્યા બાદ સરગમ કૌશલને સેલેબ્સ અભિનંદન પાઠવી રહ્યા છે. અદિતિ ગોવિત્રીકર, સોહા અલી ખાન, વિવેક ઓબેરોય અને મોહમ્મદ અઝહરુદ્દીને સરગમ કૌશલને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનિય છે કે, અદિતિ ગોવિત્રિકર વર્ષ 2001માં મિસિસ વર્લ્ડ બની હતી.

કોણ છે સરગમ કૌશલ?

મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતીને દેશનું ગૌરવ વધારનાર સરગમ કૌશલ જમ્મુ-કાશ્મીરની રહેવાસી છે. સરગમ એક શિક્ષિકા અને મોડેલ પણ છે. સરગમના લગ્ન વર્ષ 2018માં થયા હતા. ત્યારબાદ તેણે મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સરગમ કૌશલ આત્મવિશ્વાસ અને સુંદરતા સાથે લાસ વેગાસ પહોંચી અને તેણે ભારતને તાજ અપાવ્યો. સરગમ કૌશલે મિસિસ ઈન્ડિયા 2022માં પણ ભાગ લઈ ખિતાબ જીત્યો હતો.

Share: