×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમે ઉત્તર-પૂર્વમાં વિવાદોની સરહદો નહીં, વિકાસના કોરિડોર બનાવી રહ્યા છીએ : મોદી

Image : Twitter












અમદાવાદ, 18 ડિસેમ્બર 2022, રવિવાર

PM નરેન્દ્ર મોદીએ મેઘાલયમાં ખુલ્લા શબ્દોમાં કહ્યું હતુ કે આજે નવા રસ્તા, ટનલ, પુલ, રેલ લાઇન અને જે જરૂરી છે તે ઝડપથી બનાવવામાં આવી રહ્યું છે, જે ગામડાઓ ઉજ્જડ હતા, આજે આપણે તેને વાઇબ્રન્ટ ગામો બનાવી રહ્યા છીએ. PMએ કહ્યું કે જે ઝડપ આપણા શહેરો માટે મહત્વપૂર્ણ છે. આપણી સરહદ પર પણ આ જ ગતિ હોવી જરૂરી છે.  તેઓ ઘણા સમયથી વિચારી રહ્યા છે કે સરહદી વિસ્તારમાં વિકાસ થશે, જો કનેક્ટિવિટી વધશે તો દુશ્મનને ફાયદો થશે. અગાઉની સરકારની આ વિચારસરણીને કારણે ઉત્તર-પૂર્વ સહિત દેશના અનેક સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારી શકાઈ ન હતી જો કે આજે નવા રસ્તાઓ, નવી ટનલ, નવા પુલ, નવી રેલ લાઇન, નવી એરપોર્ટ બનાવવાની જરૂર છે. 

PM મોદીએ ફિફા વર્લ્ડકપનો ઉલ્લેખ કર્યો હતો
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ એક સંયોગ છે કે આજે ફિફા વર્લ્ડકપની ફાઈનલ રમાનાર છે અને હું આજે ફૂટબોલ મેદાનમાં જ ફૂટબોલ પ્રેમીઓની વચ્ચે છું. અક તરફ રમતગમતની સ્પર્ધા છે અને બીજી તરફ ઉત્તર પૂર્વમાં વિકાસની સ્પર્ધા છે. ફાઈનલ મેચ કતારમાં રમાનાર છે, પરંતુ અહીં પણ ઉત્સાહ ઓછો નથી. છેલ્લા 8 વર્ષમાં અમે પૂર્વોત્તરના વિકાસ સાથે જોડાયેલા અનેક અવરોધોને લાલ કાર્ડ બતાવ્યા છે. અમે ભ્રષ્ટાચાર, ભેદભાવ, ભત્રીજાવાદ, હિંસા, પ્રોજેક્ટ લટકાવવા, વોટ-બેંકની રાજનીતિને દૂર કરવાના નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યા છીએ. તમે પણ જાણો છો અને દેશ પણ જાણે છે કે આ દુષણોના મૂળ ખૂબ ઊંડા છે. આપણે સાથે મળીને તેમને મેઘાલયથી દૂર રાખવાના છે. તેમ મોદીએ કહ્યુ હતુ.

અમે ઉત્તર-પૂર્વમાં વિવાદોની સરહદો નહીં, વિકાસના કોરિડોર બનાવી રહ્યા છીએ : મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે કતારમાં આજની રમત જોઈ રહ્યા છીએ અને મેદાન પર વિદેશી ટીમોને જોઈ રહ્યા છીએ. પરંતુ મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. તેથી, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે તે દિવસ દૂર નથી જ્યારે આપણે ભારતમાં આ રીતે સમાન રમતોત્સવ ઉજવીશું અને ત્રિરંગાનો જયજયકાર થશે. અમે ઉત્તર-પૂર્વમાં વિવાદોની સરહદો નહીં, વિકાસના કોરિડોર બનાવી રહ્યા છીએ તેમ પીએમ મોદીએ કહ્યુ હતું.