ભગવાને ભારતને ઠીક કરવા માટે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે : અરવિંદ કેજરીવાલ

ભગવાને ભારતને ઠીક કરવા માટે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે : અરવિંદ કેજરીવાલ
IMAGE : Twitter

નવી દિલ્હી, 18 ડિસેમ્બર 2022, રવિવાર

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં પાર્ટીના વિઝન પર અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે છેલ્લા 5 થી 7 વર્ષમાં દિલ્હીમાં 12.50 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે. પંજાબમાં AAP સરકારે 21,000 સરકારી નોકરીઓ આપી છે. દિલ્હીએ બતાવ્યું છે કે બેરોજગારી અને મોંઘવારીનો ઉકેલ લાવી શકાય છે. આ કાર્ય કરવા માટે તમારો ઈરાદો સારો હોવો જોઈએ. અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકો મને પૂછે છે કે આમ આદમી પાર્ટીનું વિઝન શું છે. મારી પાસે આમ આદમી પાર્ટી માટે કોઈ વિઝન નથી પરંતુ મારી પાસે દેશ માટે એક વિઝન છે. અમે આગામી 5 કે 10 વર્ષમાં દેશ ક્યાં હશે તેમ વિચારીએ છીએ. અમારી પાર્ટી દેશના વિઝનને સાકાર કરવા માટે કામ કરશે. અમે એવો દેશ ઈચ્છીએ છીએ જ્યાં તમામ જાતિ અને ધર્મના લોકો વચ્ચે પ્રેમ અને લાગણી હોય. જાતિ ધર્મના નામે કોઈ હિંસા ન થવી જોઈએ.

વિશ્વની ટોચની દસ યુનિવર્સિટીઓ ભારતમાં હશે : કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે જો દેશમાં લોકો સાથે મળીને કામ નહીં કરે તો દેશ ક્યારેય પ્રગતિ કરી શકશે નહીં. દેશ 130 કરોડ લોકોના પરિવાર જેવો છે. અમને એવો દેશ જોઈએ છે જ્યાં કોઈ ભૂખ્યું ન સૂવે. એવા ભારતની કલ્પના કરીએ છીએ જે માત્ર પોતાના દેશ માટે જ નહીં પરંતુ વિશ્વના ગરીબ દેશોને પણ અનાજ પૂરુ પાડવા સક્ષમ બને. આપણો દેશ વિશ્વમાં શિક્ષણનું હબ બનવો જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે આજે આપણા બાળકો યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરવા જાય છે તે શરમજનક બાબત છે. અમે એવા ભારતની કલ્પના કરીએ છીએ જ્યાં વિશ્વની ટોચની દસ યુનિવર્સિટીઓ ભારતમાં હશે. આપણા દેશમાં ઘણું ગંદું રાજકારણ છે. જો કોઈ સંશોધનમાં આગળ વધે છે. હું આ દેશમાંથી ગરીબી દૂર કરવા નથી માંગતો, પરંતુ દરેક ગરીબને અમીર બનાવવા માંગુ છું. આમ આદમી પાર્ટી આવા વિઝનને પ્રાપ્ત કરવા માટેનું એક વાહન છે.

ભગવાન અમારા પર ખૂબ મહેરબાન : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભગવાન અમારા પર ખૂબ મહેરબાન છે. આમ આદમી પાર્ટીની સફળતા જાદુથી ઓછી નથી. ધારાસભ્ય બનવા માટે લોકોની જીંદગી ખર્ચાય છે. ચપ્પલ ઘસાઈ જાય છે. પાર્ટીની રચનાના 1 વર્ષની અંદર તેણે દિલ્હીમાં સત્તા આપી. પંજાબમાં સરકાર બનાવી.  હું ભગવાનનો આભાર માનું છું. ભારતને ઠીક કરવા ભગવાને આમ આદમી પાર્ટીને પસંદ કરી છે તેમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ.

Share: