×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંસદ ભવનમાં બુધવારે યોજાશે ભાજપ સંસદીય દળની બેઠક, PM મોદી કરશે સંબોધન

Image - Twitter

નવી દિલ્હી, તા.12 ડિસેમ્બર-2022, સોમવાર

ભાજપ સંસદીય દળની બેઠક બુધવારે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં યોજવામાં આવશે. સંસદના શિયાળુ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ભાજપના સાંસદોને સંબોધિત કરશે. અગાઉ મંગળવારે ભાજપ સંસદીય દળની પ્રથમ બેઠક યોજવાનો પ્રસ્તાવ હતો, જોકે હવે આ બેઠક બુધવારે યોજાશે.

7 ડિસેમ્બરથી શરૂ થયેલ સંસદનું શિયાળુ સત્ર 28 ડિસેમ્બર સુધી ચાલશે

ઉલ્લેખનિય છે કે, સંસદના શિયાળુ સત્રનો 7મી ડિસેમ્બરથી આરંભ થઈ ગયો છે, જે 29 ડિસેમ્બર સુધી યોજાશે. પ્રથમ દિવસે લોકસભા સત્ર દરમિયાન મૃત્યુ પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તો વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સંસદને સંબોધિત કર્યું હતું. કેન્દ્ર સરકારના એજન્ડામાં 16 નવા બિલનો સમાવેશ થાય છે. 

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે બોલાવી હતી સર્વપક્ષીય બેઠક

સંસદના શિયાળુ સત્ર શરૂ થયું તે પહેલા સરકારે 6 ડિસેમ્બરને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં વિવિધ પક્ષોના સંસદના બન્ને ગૃહના નેતાઓ આવ્યા હતા. સર્વપક્ષી બેઠકમાં શિયાળુ સત્ર દરમિયાન સંસદના કામો સહિત ગૃહની યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી.

કોંગ્રેસે પણ યોજી હતી બેઠક

6ઠ્ઠી ડિસેમ્બરે યોજાયેલી સર્વપક્ષીય બેઠ કપહેલા કોંગ્રેસે શિયાળુ સત્રને લઈને પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં 3 ડિસેમ્બરે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.