×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓને ખાતાની ફાળવણી, જુઓ કોને કયું ખાતું સોંપાયું

Image - Twitter

ગાંધીનગર, તા.12 ડિસેમ્બર-2022, સોમવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આજે ગાંધીનગરમાં વિધાનસભા પાછળ હેલિપેડ ગ્રાઉન્ડમાં રાજ્યના 18માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શપથવિધિ યોજાઈ હતી. આ દરમિયાન 16 ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. તો આ શપથવિધિ કાર્યક્રમ બાદ ગાંધીનગરમાં જ કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં 16 ધારાસભ્યોને વિવિધ ખાતાઓની વહેંચણી કરવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રીઓ કનુભાઇ મોહનભાઇ દેસાઇ, ઋષિકેશભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલ, બળવંતસિંહ રાજપુત, કુંવરજીભાઇ બાવળીયા, મુળુભાઇ બેરા, ડો. કુબેરભાઇ ડીંડોર, ભાનુબેન બાબરીયા તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા (પંચાલ), પરષોત્તમ સોલંકી, બચુભાઇ મગનભાઇ ખાબડ, મુકેશભાઇ જે. પટેલ, પ્રફુલ્લભાઇ પાનસેરીયા, ભીખુસિંહ ચતુરસિંહ પરમાર, કુંવરજીભાઇ હળપતીને વિવિધ ખાતાઓની જવાબદારી સોંપાઈ હતી. તો જોઈએ મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓને કયા કયા વિભાગો સોંપાયા...

કયા મંત્રીને કયું ખાતું સોંપાયું... 

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો
  • કેબિનેટ મંત્રી કનુભાઇ મોહનભાઇ દેસાઇ : નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
  • કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ : આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
  • કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ : કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, 
  • કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત : ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર 
  • કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા : જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો 
  • કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા : પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ 
  • કેબિનેટ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર : આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
  • કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા : સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ 
  • રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી : રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો),  ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા) 
  • રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) : સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો),   લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
  • રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી : મત્સ્યોદ્યોગ અને પશુપાલન
  • રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ મગનભાઇ ખાબડ : પંચાયત, કૃષિ 
  • રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઇ જે. પટેલ : વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા 
  • રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા : સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
  • રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ ચતુરસિંહ પરમાર : અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
  • રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતી : આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ
ગુજરાત વિધાનસભામાં હવે દંડકની સાથે 4 ઉપદંડક રાખવાનો નિર્ણય

આજે રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારે શપથગ્રહણ કર્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભાના દંડક અને ઉપદંડક અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. વિધાનસભામાં દંડકની સાથે હવે 4 ઉપદંડકનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં વડોદરા બાલકૃષ્ણ શુક્લ મુખ્યદંડક હશે તો જગદીશ મકવાણા, વિજય પટેલ, રમણ સોલંકી અને કૌશિક વેકરીયા ઉપદંડક હશે. દરમિયાન આજે પ્રથમ કેબિનેટની મિટિંગમાં મંત્રીઓએ ખાતાની ફાળવણી કરાશે તેમજ ગાડી, બંગલો સહિતની સુવિધાઓ પણ જાહેર થશે.

આજે યોજાઈ હતી ભુપેન્દ્ર સરકારની શપથવિધિ

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ આજે ગાંધીનગરમાં વિધાનસભા પાછળ હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધી યોજાઈ હતી, જેમાં ભુપેન્દ્ર પટેલે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નવી સરકારમાં 8 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી, 2 ધારાસભ્યોને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હાવાલો જ્યારે 6 ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા. આ શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતાઓ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યાં છે. ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા પણ નવી સરકારની શપથવિધીમાં ઉપસ્થિત રહ્યાં છે.