×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાનની જમીનમાંથી મળ્યો તાંબાનો નવો ભંડાર, 2 કિમીમાં પથરાયેલો હોવાના સંકેત

જયપુર, તા.11 ડિસેમ્બર-2022, રવિવાર

દેશમાં કૉપર ખાણ મામલે પહેલાથી જ નંબર-1 રાજ્ય રાજસ્થાનમાંથી ફરી સારા સમાચાર આવ્યા છે. રાજસ્થાનના ખેતડી કૉપર માઈન્સ બાદ હવે ભીલવાડાના ચાંડગઢમાં તાંબાનો પુષ્કળ ભંડાર હોવાના સંકેત મળ્યા છે.

100 મીટર ઉંડાણમાં 35 બોરહોલ પર ડ્રિલિંગ કામગીરી

રાજસ્થાનની ખનીજ શોધખોળ પાંખે ડ્રિલિંગની કામગીરી શરૂ કરી દીધી છે અને નજીવા ખોદકામ દરમિયાન કૉપરના ઘણા નમૂનાઓ મલ્યા છે. આ શોધખોળની શરૂઆતની કામગીરીમાં લોખંડની સાથે તાંબાનો ભંડાર મળવાના સંકેત મળ્યા છે. ભીલવાડાના ચાંડગઢમાં લોખંડ માટે 22મી ઓગસ્ટે ડ્રિલિંગની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં 100 મીટર ઉંડાણમાં 35 બોરહોલ પર કામગીરી ચાલી રહી છે.

કૉપરનો ભંડાર મળવાના સારા સંકેત : અગ્રવાલ

અધિક મુખ્ય સચિવ ખાણ અને પેટ્રોલિયમ ડૉ. સુબોધ અગ્રવાલે જણાવ્યું કે, ભીલવાડાના કોટડી તાલુકાના ચાંદગઢમાં લોખંડ અને આયર્ન ઓરની શોધ દરમિયાન તાંબુ એટલે કે કૉપરનો ભંડાર મળવાના સારા સંકેત મળ્યા છે.