પંજાબમાં BSFને મળી મોટી સફળતા, જપ્ત કર્યો શસ્ત્રો અને દારુગોળાનો જથ્થો

પંજાબમાં BSFને મળી મોટી સફળતા, જપ્ત કર્યો શસ્ત્રો અને દારુગોળાનો જથ્થો

ચંડીગઢ, તા.11 ડિસેમ્બર-2022, રવિવાર

પંજાબના અબોહર વિસ્તારમાંથી BSFનો મોટી સફળતા હાથ લાગી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ રવિવારે પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બે AK-47 રાઈફલ્સ સહિત શસ્ત્રો અને દારૂગોળો જથ્થો જપ્ત કર્યો છે. અબોહર વિસ્તારમાંથી આજે બપોરે 12.15 કલાકે BSFના જવાનોએ 2 AK 47 રાયફલ, 4 રાઈફલ મેગેઝીન, બે બંદુક, 4 બંદુક મેગેઝીન અને કારતુસ જપ્ત કર્યા છે.

પંજાબમાં પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી થયો હતો હુમલો

ઉલ્લેખનિય છે કે, પંજાબના તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર શુક્રવારે સવારે લગભગ 1 વાગ્યે રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ડીજીપી ગૌરવ યાદવ સરહાલી પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, પોલીસ સ્ટેશન પર છોડવામાં આવેલ રોકેટ લશ્કરી હથિયાર જે સરહદ પારથી લાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ મામલે યુએપી હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન, તેમને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની જવાબદારી લેવા વિશે પૂછવામાં આવ્યું, તો તેણે કંઈ કહ્યું નહીં. આ હુમલા પાછળ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓનું કનેક્શન સામે આવ્યું છે. તેની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ લીધી છે. 

Share: