×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીના ગુજરાત પ્રવાસમાં થયો ફેરફાર, કાલના બદલે આજે રાત્રે ગુજરાત આવશે

નવી દિલ્હી, 11 ડિસેમ્બરે ૨૦૨૨, રવિવાર

પીએમ મોદીના ગુજરાત પ્રવાસના સમયમાં ફેરફાર થયો છે. આ પહેલા મોદી આવતીકાલે બપોરે ગુજરાત આવવાના હતા જેમા ફેરફાર થઈ હવે પીએમ મોદી આજે રાત્રે જ ગોવા પ્રવાસથી સીધા જ ગુજરાત આવશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ આજે જ ગુજરાત આવી શકે છે. આજે મંત્રીમંડળના નામ પર આખરી મોહર લાગી શકે છે.

નવી સરકારના મંત્રીમંડળ અંગે ગઈકાલે દિલ્હીમાં યોજાઈ હતી બેઠક
ગુજરાનવી સરકારના મંત્રીમંડળ અંગે ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીના નિવાસ્થાને એક બેઠક યોજાઈ હતીતમાં આવતીકાલે મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ છે. આ ઉપરાંત ગુજરાતમાં નવી સરકારના મંત્રીમંડળ અંગે ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીના નિવાસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના ધારાસભ્ય દળના સર્વાનુમતે પસંદગી પામેલા ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા.  આ બેઠક પાંચ કલાક ચાલી હતી અને તેમાં નવા મંત્રીમંડળની રચના અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

ભુપેન્દ્ર પટેલ ગઈકાલે ધારાસભ્ય દળના નેતા પસંદ થયા હતા
ગઈકાલે ગુજરાત ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. જે બાદ બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ રાજ્યપાલ પાસે ગયા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. જો કે તેમના કેબિનેટમાં સામેલ કરવામાં આવનારા નામો અંગે હજુ પણ સસ્પેન્સ છે. ભૂપેન્દ્ર સરકારની કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે, જેમાંથી 9ને કેબિનેટ અને બાકીનાને રાજ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે. સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે. આ દરમિયાન ઘણા સંભવિત નામો સામે આવી રહ્યા છે, જેને મંત્રીઓની કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં આવતીકાલે શપથવિધિ માટે કડક સુરક્ષા
ગુજરાતમાં આવતીકાલે ભુપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રી તરીકે સપથ લેશે અને આ શપથવિધિમાં પીએમ મોદી સહીત અનેક નેતાઓ હાજર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રીના શપથવિધિના કારણે અમદાવાદ એરપોર્ટ પર સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. નવી સરકારની શપથવિધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે.