×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય વિઝા પર 24 દેશોમાં ફ્રી એન્ટ્રી : સૌથી શક્તિશાળી પાસપોર્ટવાળા દેશોની યાદી જાહેર

નવી દિલ્હી, તા.10 ડિસેમ્બર-2022, શનિવાર

આર્ટન કેપિટલએ 2022માં વિશ્વના સૌથી શક્તિશાળી અને નબળા પાસપોર્ટવાળા દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં નંબર-1 પર UAEનો પાસપોર્ટને સ્થાન અપાયું છે, જે સૌથી મજબુત પાસપોર્ટ છે. આ યાદીમાં ભારતનો પાસપોર્ટ 69માં ક્રમાંકે છે. તો પાકિસ્તાનનો 94માં અને બાંગ્લાદેશ 92માં ક્રમાંકે છે.

ભારતના નાગરિકોને 126 દેશોમાં જવા માટે વીઝાની જરૂર

આ યાદીમાં ભારતને 69માં ક્રમાંકે રખાયું છે. ભારતીય નાગરિકો 24 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ કરી શકે છે. જ્યારે 48 દેશોમાં ભારતીય નાગરિકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા મળશે. ભારતના નાગરિકોને 126 દેશોમાં જવા માટે વીઝાની જરૂર પડશે.


પાકિસ્તાનના નાગરિકોને માત્ર 10 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી

આ યાદીમાં પાકિસ્તાન 94માં ક્રમાંકે છે. અહીંના નાગરિકોને માત્ર 10 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે. જ્યારે 154 દેશોમાં પ્રવેશ કરવા માટે વીઝાની જરૂર પડશે.


શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં બીજા નંબરે 11 દેશો

શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં બીજા સ્થાને જર્મની, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન, લક્ઝમબર્ગ, ઉત્તર કોરિયા જેવા 10 યુરોપિયન દેશો અને કુલ 11 દેશો સામેલ છે. આ તમામ દેશોના નાગરિકો 126 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. જ્યારે 47 દેશોમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા ઉપલબ્ધ હશે. આર્ટન કેપિટલ દ્વારા બહાર પડાયેલી આ યાદીમાં અમેરિકા અને બ્રિટન અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. અમેરિકન નાગરિકો 116 દેશોમાં જ્યારે બ્રિટિશ નાગરિકો 118 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.


ટોચ પર UAE અને તળિયે અફઘાનિસ્તાન

સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ 139 દેશોમાંથી UAE પાસપોર્ટને વર્ષ 2022માં સૌથી શક્તિશાળી દર્શાવાયો છે. UAEના નાગરિકો સરળતાથી 180 દેશોમાં પ્રવેશ કરી શકે છે. આ યાદીમાં અફઘાનિસ્તાનના પાસપોર્ટને સૌથી નબળો ગણાવ્યો છે. અહીંના નાગરિકો માત્ર 38 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે.