×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબમાં રોકેટ લોન્ચર હુમલામાં મોટો ખુલાસો, પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે


પંજાબના તરનતારનમા એક પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો છે.  આ હુમલામાં પોલીસ સ્ટેશનની ઇમારતને નુકસાન થયું છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી કે કોઈ જાનહાની થઈ નથી. આ હુમલો પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે એક વાગ્યે પોલીસ સ્ટેશન બિલ્ડિંગ પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો .પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના કહેવા પર ખાલિસ્તાન તરફી આતંકવાદીઓએ પંજાબમાં કાર્યરત તેમના સ્લીપર સેલ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો હશે. 

આ પહેલા પણ પંજાબમા હુમલો થયો હતો
તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશનને રાત્રે 1 વાગ્યે નિશાન બનાવવામાં આવ્યું છે. આ પહેલા મોહાલીના સેક્ટર-77માં આરપીજી હુમલો થયો હતો. આજે વધુ એક હુમલો થયો છે. આરપીજીએ ખૂબ જ શક્તિશાળી હુમલો છે. આ હુમલામાં તેનો ઉપયોગ જોખમની નિશાની છે. રોકેટ લોન્ચર પહેલા બીજી જગ્યાએ પડયો હતો બાદમાં તે ડાયવર્ટ થઇને પોલીસ સ્ટેશન પડયો હતો.

ગુપ્તચર એજન્સીઓએ પુષ્ટિ કરી 
ગુપ્તચર એજન્સીઓએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે.  હુમલો સીધોના થતા તેની અસર પણ ઓછી જણાઈ હતી. એવું જણાઈ થયું છે કે, જે રીતે મોહાલીમાં પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસમાં હુમલો થયો હતો, આ હુમલો પણ તેવી જ રીતે થયો હતો.

ભાજપે પંજાબ મુખ્યમંત્રી પર સાધ્યુ નિશાન
આ હુમલા બાદ બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ પંજાબની ભગવંત માન સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે તરનતારનમાં અમૃતસર-ભટિંડા હાઈવે પર સ્થિત સરહાલીના પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના આદેશ પર ભગવંત માન ગુજરાત અને દિલ્હીમાં વ્યસ્ત છે. સાથે એવું પણ કહ્યું, સરકારને પંજાબમાં શાંતિ અને સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરે તેવી અપીલ છે.