×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કચ્છને કમળના કામણ : તમામ ૬ બેઠકો જીતી રાજકીય ઈતિહાસ રચ્યો

ભુજ,ગુરૃવાર

કચ્છમાં કમળના કામણ પાથરાયાં છે. મતદારો રિઝતાં કચ્છની તમામ છ સીટો ભાજપને ફાળે ગઈ છે. રાજયની સાથોસાથ કચ્છમાં પણ કોંગ્રેસના સુફડાસાફ થઈ ગયા છે. જયારે 'આપ'ના ઉમેદવારો ખાસ કાંઈ પરિણામ લાવી શક્યા ન હતા. ભાજપના કાર્યકરોએ કચ્છના ગામેગામ ફટાકડા ફોડી અને વિજય ઉત્સવને મનાવ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને ઐતિહાસીક લીડ પણ મળી છે. છેલ્લા ૩૨ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત જ કચ્છની તમામ છ બેઠકો જીતીને ભાજપે નવો ઈતિહાસ આલેખ્યો છે.

કચ્છમાં ભાજપે આ વખતે ૨૦૨૨ની વિાધાનસભાની ચૂંટણીમાં તમામે તમામ ૬ બેઠકો જીતીને રાજકીય ઈતિહાસ રચ્યો છે. કચ્છ એ ભાજપનો ગઢ કહેવાય છે ત્યારે ફરી એક વખત કચ્છમાં કમળ ખીલતા કચ્છ ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે. કચ્છમાં પણ આપ અને ઓવૈર્સીની પાર્ટીની એન્ટ્રી વચ્ચે મતદાનની ટકાવારી ઓછી રહેતા પરિણામને લઈને અનેક તર્ક-વિતર્ક ઉઠયા હતા. પરંતુ, કચ્છમાં ભાજપના ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો છે. કચ્છની છએ છ બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા ૯૪૩૧ થી વાધુ મતાથી જીત્યા છે, અંજાર બેઠક પરાથી ત્રિકમ છાંગા ૩૭૭૦૯ થી વાધુ મતના માર્જીનાથી જીત મેળવી છે, ભુજ બેઠક પર કેશુભાઇ પટેલ ૫૯૮૧૪ જેટલા મતોથી વિજેતા ઘોષીત થયા છે, ગાંધીધામ બેઠક પરાથી માલતી કિશોર મહેશ્વરીને ૩૭૮૩૧થી વાધુ મતની લીડ મળી છે, માંડવી બેઠક પરાથી અનિરૃધૃધ દવે ૪૮૨૯૭ મતોથી જીત્યા છે. રાપર બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજા ૫૭૭ જેટલા મતોથી વિજેતા થયા છે.

૧ લી ડિસેમ્બર પ્રાથમ તબકકામાં કચ્છમાં મતદાન યોજાયુ હતુ જેમાં જિલ્લાની ૬ બેઠકો માટે ૧૮૬૨ બુાથ ઉપર સંપૂર્ણ શાંતિપૂર્વક સરેરાશ ૫૯.૮૫ ટકા જેટલુ મતદાન થયું હતું.  ત્યારે, આજરોજ મતગણતરી માટે ૨૪  ટેબલ રાખવામાં આવ્યા છે અને ૧૮૬૨ બુાથની મત ગણતરી ૧૩૬ રાઉન્ડમાં પૂરી થઈ હતી. મત ગણતરીની પ્રક્રિયા માટે ૭૦૦ થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી હતી.બજાવશે. ૧૪ ટેબલ ઉપર કુલ ૧૩૬ રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે. કાયદો અને વ્યવસૃથા જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અિધકારીઓ તેમજ પોલીસ કર્મીઓ ખડેપગે રહ્યા હતા.

ભાજપને પ્રથમ વખત ધીંગી લીડઃ ભુજમાં ૫૯૮૧૪, અંજાર ૩૭૭૦૯, ગાંધીધામમાં ૩૭૮૩૧ અને માંડવીમાં ૪૮૨૯૭ મતથી વિજય

ભુજઃ કચ્છમાં કમળના કામણ પાથરાતાં તમામે તમામ છ  સીટો ભાજપને ફાળે ગઈ છે. કચ્છમાં પણ કોંગ્રેસના સુફડાસાફ થઈ ગયા છે. અબડાસા બેઠક માટે છેલ્લા સાત રાઉન્ડમાં ચિત્ર બદલાયું હતું તો ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી બેઠકમાં લીડના નવા વિક્રમ ભાજપે સર્જ્યા છે. કચ્છમાં ભાજપે તમામે તમામ ૬ બેઠકો જીતીને રાજકીય ઈતિહાસ રચ્યો છે. તો, છેલ્લા બાવીસ વર્ષાથી કોંગ્રેસની ટક્કર વચ્ચે ભાજપ ત્રણાથી ચાર બેઠકો જીતી રહ્યું હતું. પરંતુ, આ વખતે છ બેઠકો જીતવા ઉપરાંત ભાજપના છ વિજેતા પૈકી ચાર ધારાસભ્યોએ તો ૩૭૦૦૦થી ૫૯૦૦૦ મતોની નોંધપાત્ર લીડ મેળવી છે. અબડાસા બેઠક પર છેલ્લા સાત રાઉન્ડમાં ચિત્ર બદલાયું હતું.  અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા ૯૪૩થી વાધુ મતે જીત્યા છે, અંજાર બેઠક પર ત્રિકમ છાંગા ૩૭૭૦૯થી વાધુ મતના માર્જીનાથી જીત મેળવી છે, ભુજ બેઠક પર કેશુભાઇ પટેલ ૫૯૮૧૪ જેટલા મતોથી વિજેતા ઘોષીત થયા છે, ગાંધીધામ બેઠક પરાથી માલતી કિશોર મહેશ્વરીને ૩૭૮૩૧થી વાધુ મતની લીડ મળી છે, માંડવી બેઠક પરાથી અનિરૃધૃધ દવે ૪૮૨૯૭ મતોથી જીત્યા છે. રાપર બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજા ૫૭૭ જેટલા મતોથી વિજેતા થયા છે. ૧૯૯૦માં ચાર બેઠકો જીતી ભાજપે પહેલી વખત કચ્છમાં એન્ટ્રી કરી હતી. ભૂકંપ પછીની ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ બાવીસ વર્ષમાં ભાજપ કચ્છમાં  ચાર બેઠકો જીતતું આવ્યું હતું. આ વખતે સરહદી જિલ્લા કચ્છમાં ભાજપ પહેલી વખત તમામ છ બેઠકો જીતવામાં સફળ રહ્યું છે.