×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપના રેકોર્ડ પર રેકોર્ડ : આઝાદી બાદ પ્રથમ વખત ગુજરાતની આ બેઠક પોતાના નામે કરી

અમદાવાદ,તા.08 ડિસેમ્બર-2022, ગુરુવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બોરસદ બેઠક પર ભાજપે મોટો અપસેટ સર્જ્યો છે. આઝાદીના 75 વર્ષ બાદ ભાજપે બોરસદ બેઠક પર જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીએ કોંગ્રેસના ઉમેદવાર મનીષ પટેલ અને આપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારને હરાવ્યા છે. બોરસદ વિધાનસભા બેઠક કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો કહેવાતો હતો, જોકે હવે 2022માં આ બેઠક પર ભગવો લહેરાયો છે. આ બેઠક પર 2017માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારની જીત થઈ હતી. 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાજેન્દ્રસિંહ પરમારે ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીને હાર આપી હતી. તો 1995થી 2002 એટલે કે, સતત 3 ટર્મ સુધી ભરતભાઈ સોલંકીએ બોરસદ બેઠક પરથી જીત મેળવી હતી.

માધવસિંહે 1985માં કોંગ્રેસને 149 બેઠકો જીતાડી હતી

રાજ્યમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે. માધવસિંહ સોલંકી રાજ્યના 7માં CM હતા. અત્યાર સુધી સૌથી વધુ 182 વિધાનસભા બેઠકોમાંથી 149 બેઠકો જીતવાનો રેકોર્ડ માધવસિંહના નામે હતો, જોકે આ વખતે આ રેકોર્ડ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તોડ્યો છે. 2022ની વિધાનસભા બેઠકમાં ભાજપે 182 બેઠકોમાંથી 157 બેઠકો જીતી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. માધવસિંહ વર્ષ 1976માં રાજ્યના CM બન્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના નેતા તરીકે તેઓ ચાર વખત CM બન્યા હતા. 1985ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને રેકોર્ડ સૌથી વધુ બેઠક જીતાવડવાનો શ્રેય માધવસિંહ સોલંકીને જાય છે. તેમણે 1985માં કોંગ્રેસને 149 બેઠકો જીતાડી હતી. આમ 1985થી અત્યાર સુધી આ રેકોર્ડ અકબંધ રહ્યો હતો અને આ વખતે ભાજપે આ રેકોર્ડ તોડ્યો છે.

કોંગ્રેસનો ગઢ ગણાતા બોરસદમાં ભાજપ છવાયું

વર્ષ

વિજેતા ઉમેદવાર

જીત મેળવનાર પક્ષ

2022

રમણભાઈ સોલંકી

BJP

2017

રાજેન્દ્રસિંહ પરમાર

INS

2012

રાજેન્દ્રસિંહ પરમાર

INS

2007

અમિત ચાવડા

INS

2004 (પેટાચૂંટણી)

અમિત ચાવડા

INS

2002

ભરત સોલંકી

INS

1998

ભરત સોલંકી

INS

1995

ભરત સોલંકી

INS

1991 (પેટાચૂંટણી)

જી.યુ.ફતેહસિંહ

INS

1990

માધવસિંહ સોલંકી

INS

1985

ઉમેદભાઈ ગોહેલ

INS

1980

ઉમેદભાઈ ગોહેલ

INS

1975

ઉમેદભાઈ ગોહેલ

INS

1972

ઉમેદભાઈ ગોહેલ

INS

1967

આર.ડી.પટેલ

INS

1962

મગનભાઈ પટેલ

SWA