×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Gujarat Results Live : જાણો કયા જિલ્લામાં કઈ બેઠક પર કોણ આગળ

અમદાવાદ, તા. 8 ડિસેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે તા. 8 ડિસેમ્બરે જાહેર થઈ રહ્યા છે.  સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.  ગુજરાતમાં આ વખતના ચૂંટણી જંગમાં ભારે રસાકસી જોવા મળી રહી છે.   ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. ગુજરાતમાં મતગણતરી કેન્દ્રોની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 182 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે બહુમતીનો આંકડો 92 છે. આ વખતે ગુજરાતમાં 64.33 ટકા મતદાન થયું છે. રાજ્યમાં ભાજપની સરકાર છે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું. જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં  આવતા ત્રિકોણીયો જંગ જામ્યો છે. ગુજરાતમાં આજે દરેકની આંખો વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મંડાણી છે. ત્યારે જાણો કયા જિલ્લામાં કઈ બેઠક પર કોણ આગળ ચાલી રહ્યુ છે. 

મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં ઘાટલોડિયા બેઠક પર ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ છે જ્યારે રાજકોટની તમામ બેઠકો પર ભાજપ આગળ છે અત્યારે 9 .40 કલાકે આ સમાચાર લખાઈ રહ્યું છે ત્યારે ભાજપ 145, કોંગ્રેસ 27, AAP 8 અને અન્ય 2 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે

જાણો કયા જિલ્લામાં કઈ બેઠક પર કોણ આગળ