×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી મ્યુનિ.માં આપનો 134 વોર્ડ પર વિજય, ભાજપને 104થી સંતોષ માનવો પડયો


- એમસીડીમાં ભાજપના 15 વર્ષના શાસનનો અંત

- કોંગ્રેસના પંજાનો જાદુ ન ચાલ્યો, માત્ર 9 બેઠકો મળી : ભાજપની હાર છતાં 2017 કરતાં વોટશૅરમાં ત્રણ ટકાનો વધારો

- લોકોની સુખાકારીમાં અમારે વધારો કરવા વડાપ્રધાન મોદીના આશીર્વાદની જરૂર : કેજરીવાલ

- દિલ્હી મ્યુનિ.માં પ્રથમ વખત આપના ટ્રાન્સજેન્ડર ઉમેદવાર બોબી જીત મેળવી સોશિયલ મીડિયા પર છવાયા

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીનાં મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી- એમસીડી) ની તારીખ ૪થી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીનાં પરિણામો પ્રસિદ્ધ થઈ ચૂકયાં છે. જેની મતગણતરી પૂરી થતાં કેજરીવાલની આમ આદમી પાર્ટીને  ૧૩૪ બેઠકો મળી છે. તેથી ૨૫૦ બેઠકો  ધરાવતાં આ કોર્પોરેશનની ચૂંટણીનો ૧૨૬નો મેજિક નંબર તો તેણે સરળતાથી વટાવી દીધો છે. તે પછી, ભાજપ ૧૦૪ બેઠકો સાથે તદ્દન તેની નજીક જ રહ્યો છે. પરંતુ દેશ ઉપર કુલ સીત્તેર સીત્તેર વર્ષ સુધી શાસન કરનાર પક્ષ કોંગ્રેસને માત્ર ૯ બેઠકોથી જ સંતોષ માનવો પડયો છે. અન્યો ૩ બેઠકો લઈ ગયા છે. 

રાષ્ટ્રીય પાટનગરની મ્યૂનિ.માં કુલ ૨૫૦ વોર્ડ છે, આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઉપર સમગ્ર દેશની નજર મંડાઈ રહી હતી. આપના નેતા કેજરીવાલ તો આ વિજયથી હર્ષોન્માદમાં આવી ગયા છે. પરંતુ નિરીક્ષકો કહે છે કે તેઓ તેમનું ડગલું ડગલું દબાવી રહેલા રાષ્ટ્રીય પક્ષ ભાજપ પ્રત્યે બેધ્યાન થઇ જશે તો ભવિષ્યમાં તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

તે જે હોય તે પરંતુ આ ચૂંટણીનું એક આશ્ચર્યજનક પાસું તે છે કે સુલતાનપુર વોર્ડમાંથી આપના સભ્ય તેવા એક ટ્રાન્સજેન્ડર બોબી કિન્નર પણ ચૂંટાઈ આવ્યા છે. સામાન્યત: ચૂંટણી પરિણામો પછી બનતું જ રહે છે તેમ પક્ષો એક બીજા પર આક્ષેપો કરતા જોવા મળતા જ હોય છે. આપના નેતાએ કહ્યું હતું કે, ભાજપે દિલ્હીમાં કચરાના ઢગ કર્યા હતા અમે તેને સાફ કરીશું. ૨૫૦ વોર્ડની આ ચૂંટણીમાં કુલ ૧૩૪૯ ઉમેદવારો હતા. મતદાનની ટકાવારી ૫૦.૪૮ ટકા રહી હતી. એમસીડી ઉપરથી ભાજપનું ૧૫ વર્ષનું શાસન દૂર થયું છે.

આ સાથે જ દિલ્હીની લઇને જે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા તે પણ સાજા પડી રહ્યા છે. જીત બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે દેશમાં હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ ટક્કર હોવાનો માહોલ બની રહ્યો છે. કેજરીવાલની સામે મોદીની ચર્ચા થઇ રહી છે. આપે આ નિવેદન આપીને વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને પણ ટક્કર થવાના સંકેત આપ્યા છે. આજે અમે દિલ્હીમાં ચોથી ચૂંટણી જીતી ગયા છીએ. જનતાએ અમારા કામને આવકાર્યું છે. દિલ્હીમાં સાફ સફાઇ અને કચરાને લઇને મોટો વિવાદ એમસીડીના પૂર્વ ભાજપ પ્રશાસન અને દિલ્હીની આપ સરકાર વચ્ચે ચાલી રહ્યો હતો. હવે આપે કહ્યું છે કે અમે દિલ્હીમાંથી કચરાની સારી રીતે સાફસફાઇ કરી સકીશું.  

દિલ્હી મ્યૂનિ. (એમસીડી)ના પરીણામો

ક્રમ

પક્ષ

બેઠકો

આપ

૧૩૪

ભાજપ

૧૦૪

કોંગ્રેસ

૦૯

અપક્ષ

૦૩

કુલ

-

૨૫૦