×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાણો ભારત સરકારે યુઝર્સના ડેટાની ચોરી કરતી કઈ મોબાઈલ એપ પર પ્રતિબંધ મુક્યો

નવી દિલ્હી, 7 ડિસેમ્બર 2022, મંગળવાર

ભારત સરકારે 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્સ કથિત રીતે યુઝર્સના ડેટા અને અંગત માહિતી એકત્ર કરી રહી હતી અને તેને અનધિકૃત રીતે દેશની બહાર મોકલી રહી હતી. વાસ્તવમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રીએ સંસદમાં આ માહિતી આપી છે. આ પહેલા પણ 54 નવી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

વપરાશકર્તાની માહિતી એકઠી કરી રહી હતી
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે બુધવારે સંસદમાં માહિતી આપી હતી કે સરકારે અત્યાર સુધીમાં 348 એપ્સને કથિત રીતે યુઝર્સના ડેટા એકત્ર કરવા અને તેને અનધિકૃત રીતે દેશની બહારના સર્વર પર ટ્રાન્સમિટ કરવા માટે બ્લોક કરી દીધા છે. ચંદ્રશેખરે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી. "ગૃહ મંત્રાલય (MHA) એ 348 મોબાઇલ એપ્લિકેશનની ઓળખ કરી હતી જે વપરાશકર્તાની માહિતી એકઠી કરી રહી હતી અને તેને પ્રોફાઇલિંગ માટે દેશની બહાર સ્થિત સર્વર પર અનધિકૃત રીતે ટ્રાન્સમિટ કરી રહી હતી," તેમણે જણાવ્યું હતું.

સુરક્ષાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા
સરકારની વિનંતી પર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ એપ્સને બ્લોક કરી દીધી છે. આ કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે આવા ડેટા ટ્રાન્સમિશનથી દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સંરક્ષણ અને રાજ્યની સુરક્ષાનું ઉલ્લંઘન થાય છે. આ મોબાઈલ એપ્સ વિવિધ દેશો દ્વારા વિકસાવવામાં આવી છે. બ્લોક કરવાની એપ્સમાં ચાઈનીઝ એપ્સ પણ સામેલ છે.

અગાઉ પણ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
સરકાર સમય સમય પર સુરક્ષાનું ઉલ્લંઘન કરતી એપ્સ પર પ્રતિબંધ લગાવતી રહી છે. વર્ષ 2020 માં યુઝર્સના ડેટાની ચોરી કરતી અને ચાઈનીઝ એપ્સ સહિત સુરક્ષાનું ઉલ્લંઘન કરતી એપ્સ પર પ્રતિબંધ મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ જૂન 2020માં શરૂ થયો હતો. 29 જૂન 2020 ના રોજ, ભારત સરકારે પ્રથમ ડિજિટલ સ્ટ્રાઇક કરતી વખતે 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ અનુક્રમે 47, 118 અને 43 એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ વર્ષે પણ સરકારે 300 થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.