×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મત ગણતરીના શરૂઆતી વલણમાં AAP આગળ

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું અને આ ચૂંટણીના પરિણામો આજે સવારે 8 વાગ્યાથી આવવાનું શરૂ થઈ જશે. MCD ચૂંટણી માટે 1349 ઉમેદવારો મેદાનમાં હતા. આ બધાના ભાવિનો આજે નિર્ણય થવાનો છે. છેલ્લા 15 વર્ષથી MCD પર શાસન કરી રહેલ ભાજપ આ વખતે એક્ઝિટ પોલમાં ખૂબ પાછળ છે. એક્ઝિટ પોલ પ્રમાણે હવે MCDમાં પણ AAPની સરકાર બનવા જઈ રહી છે.

9:30 વાગ્યા સુધીમાં  કોણ કેટલી સીટો ઉપર આગળ

MCD (કુલ સીટો)BJPAAPINCOTH
25011912074

ચૂંટણી પંચે મત ગણતરી માટે કુલ 42 મતગણતરી કેન્દ્રો ઉભા કર્યા છે. મતગણતરી માટે 68 ચૂંટણી નિરીક્ષકો ફરજ બજાવી રહ્યા છે. રિટર્નિંગ ઓફિસર દ્વારા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં મત ગણતરી કરવામાં આવી રહી છે. MCDમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે. 

MCD પરિણામોની સંપૂર્ણ માહિતી 

  • દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની ચૂંટણી માટે મતોની ગણતરી ટૂંક સમયમાં શરૂ થઇ ચુકી છે. દિલ્હી રાજ્ય ચૂંટણી પંચે મત ગણતરી હાલમાં 8 વાગ્યે શરૂ કરી દીધી છે. આજે ભાજપ, AAP અને કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
  • દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણો ટૂંક સમયમાં આવવાનું શરૂ થશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું.
  • દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. તેના પ્રારંભિક વલણોમાં, AAP 9 બેઠકો પર આગળ છે. જોરદાર ટક્કર આપતાં ભાજપ 4 બેઠકો પર આગળ  છે અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે.
  • દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 194 સીટોનો ટ્રેન્ડ આવી ગયો છે.  પરિણામો ખૂબ જ ઝડપથી બહાર આવી રહ્યા છે. ભાજપ 90 સીટો પર આગળ છે અને બીજા નંબર પર છે. આપ હાલ 100 સીટો પર પહેલા સ્થાન પર છે.
  • MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 102 સીટો પર આગળ છે. બીજી તરફ ભાજપ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ભાજપ 128 સીટો પર આગળ છે. આ સિવાય કોંગ્રેસ માત્ર 4 સીટો પર આગળ છે. હાલ ભાજપ પ્રથમ સ્થાન પર જોવા મળી રહી છે.
  • આમ આદમી પાર્ટીએ નવો નારો આપ્યો છે. આમ આદમી પાર્ટીનું સૂત્ર છે 'અચ્છે હોંગે ​​5 સાલ, MCDમાં પણ કેજરીવાલ'. MCDના ઈલેક્શનના એક્ઝિટ પોલના આંકડાઓમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી રહી છે. હાલ  ભાજપ એક સીટથી આપ કરતા આગળ જોવા મળી રહી છે.
  • આમ આદમી પાર્ટી ફરી એકવાર આગળ વધી છે. હવે આમ આદમી પાર્ટી 124 સીટો પર આગળ છે. જ્યારે બીજેપી 116 સીટો પર પહોંચી ગઈ છે. જયારે કોંગ્રેસ હાલમાં 6 સીટો પર જ આગળ જોવા મળે છે.
  • અમારા મેયર બનશે: બીજેપી નેતા હરીશ ખુરાના
  • ભાજપના નેતા હરીશ ખુરાનાએ કહ્યું કે આ ચૂંટણીમાં તેમની પાર્ટી જ જીતશે. તેમણે કહ્યું કે અમે કચરાના નિકાલ માટે કામ કરી રહ્યા છીએ. કોરોનાના સમયમાં પણ આ કામ થયું હતું.
  • દિલ્હી MCDની તમામ 250 સીટોના ટ્રેન્ડ ખુલ્લી ગયા છે. AAP 124 સીટો પર આગળ છે. રામનગર, પટપરગંજ, રોહતાસનગરમાં મતગણતરીમાં AAP ઉમેદવારો આગળ છે.
  • AAP મુખ્યાલયમાં જીતની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. આગેવાનો-સમર્થકો પુષ્પગુચ્છ સાથે તેમના ઘરે પહોંચી રહ્યા છે.