લુડોની લતમાં ગાંડી થઈ મહિલા, પોતાની જાતને લગાવી દાવ પર, અને જુઓ પછી શુ થયું…

લુડોની લતમાં ગાંડી થઈ મહિલા, પોતાની જાતને લગાવી દાવ પર, અને જુઓ પછી શુ થયું…


જયપુર, તા. 6 ડીસેમ્બર 2022, મંગળવાર

વર્તમાન સમયના યુગને કળયુગ તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાનના જયપુરની રેણુ નામની એક મહિલાને લુડોની લત લાગી કે પોતાનું સર્વસ્વ ખોઈ બેઠી છે.  આ મહિલા નિયમિત રીતે પોતાના  મકાન માલિક સાથે લુડો રમતી હતી. ગયા અઠવાડિયે જ્યારે તે બંને રમત રમી રહ્યા હતા અને દાવ લગાવી રહ્યા હતા, ત્યારે મહિલા પાસે બધા જ પૈસા ખતમ થઇ જતાં તેણે પોતાની જાતને દાવ પર લગાવી દીધી હતી. આ કિસ્સો સાંભળતા આપણને મહાભારતમાં પાંચેય પાંડવો જુગારમાં પોતાને હારી બેઠા હતા અને અંતે તેમણે પોતાની પત્ની દ્રૌપદીને દાવ પર લગાવી હતી અને તેણીને પણ હારી બેઠા હતા. આ વાત આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ એ મહાભારતની ઘટના તાજી થઈ જાય. પરંતુ જુગાર કેટલી હદે માણસને બરબાદ કરી શકે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. 

આજે કળયુગમાં પણ આવી જ એક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મહાભારતના પાંડવોની માફક એક મહિલાએ લુડો રમતી વખતે પોતાને દાવ પર લગાવી દીધી હતી અને પછી તેના મકાનમાલિક સામે હારી ગઈ હતી. 

પૈસા ખતમ થઇ જતાં તેણે પોતાની જાતને દાવ પર મુકી દીધી
રાજસ્થાનના જયપુરની રેણુ નામની આ મહિલાને તેના પતિએ મોકલાવેલા પૈસાનો જુગાર રમતી હતી. આ ઘટના કોતવાલીના દેવકાલી વિસ્તારની છે. આ મહિલાને લુડોની રમતની લત લાગી ગઈ હતી. પોતાની લતને આધિન થઇને તે નિયમિત રીતે પોતાના  મકાન માલિક સાથે લુડો રમતી હતી. ગત અઠવાડિયે જ્યારે તે બંને રમત રમી રહ્યા હતા અને દાવ લગાવી રહ્યા હતા. ત્યારે મહિલા પાસે બધા જ પૈસા ખતમ થઇ જતાં તેણે પોતાની જાતને દાવ પર મુકી દીધી હતી. એ પછી તેણે પોતાના પતિને ફોન કરીને આખી ઘટના જણાવી હતી. તેનો પતિ પ્રતાપગઢ કામ કરતો હોઈ તેથી તેના આવ્યા બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે આ ઘટનાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોસ્ટ કરી હતી, જે હવે વાયરલ થઇ રહી છે. આ દંપતીને બે સંતાનો છે.

મહિલા હવે મકાનમાલિક સાથે રહેવા લાગી છે : રેણુનો પતિ
રેણુના પતિના જણાવ્યા મુજબ હાલમાં રેણુ મકાનમાલિક સાથે રહેવા લાગી છે. તેણે કહ્યું “મેં તેણીને મકાનમાલિકના સકંજામાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે તૈયાર નથી.” એક પોલીસ અધિકારી સુબોધ ગૌતમે જણાવ્યું હતું કે, “અમે આ વ્યક્તિનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તેનો સંપર્ક કરી આગળની કાર્યવાહી કરીશુ..

Share: