×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત પોલીસે મોરબી હોનારત ટ્વિટ કરનાર નેતાની કરી ધરપકડ, રાજકીય જગતમાં ખળભળાટ

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના ખાસ સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. ટીએમસીના પ્રવક્તાની ધરપકડ અંગેની માહિતી તેમની પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ ડેરેક-ઓ બ્રાયન દ્વારા આપવામાં આવી છે.

જયપુર એરપોર્ટ પરથી થઇ ધરપકડ
ટીએમસી સાંસદે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, સાકેત ગોખલે ગઈકાલે રાત્રે 9 વાગ્યાની ફ્લાઇટમાં નવી દિલ્હીથી જયપુર ગયા હતા, તેઓ જયપુર એરપોર્ટ ઉતર્યા ત્યારે ગુજરાત પોલીસ પહેલેથી જ ત્યાં ઉભી હતી, તરત જ નીચે ઉતર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ સાયબર સેલે મોરબી બ્રિજ તુટવા અંગેની ઘટના સંદર્ભે ટ્વિટ બાદ નોધ્યો કેસ
સાંસદ ડેરેક-ઓ બ્રાયને જણાવ્યું કે, સાકેત ગોખલે ગઈકાલે રાત્રે 2 વાગ્યે તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે, પોલીસ તેને અમદાવાદ લઈ જઈ રહી છે અને તે આજે બપોર સુધીમાં અમદાવાદ પહોંચી જશે. પોલીસે તેને બે મિનિટ માટે ફોન કરવા દીધો અને પછી તેનો ફોન અને તેનો તમામ સામાન જપ્ત કરી લીધો છે. TMC સાંસદે કહ્યું કે, અમદાવાદ સાયબર સેલે મોરબી બ્રિજ તુટવા અંગેની ઘટના સંદર્ભે ટ્વિટ બદલ સાકેત વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમણે કહ્યું કે આ બધું તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષને ચૂપ કરી શકે નહીં. ભારતીય જનતા પાર્ટી રાજકીય હરીફાઈને બીજા સ્તરે લઈ જઈ રહી છે.

મોરબી ધટના અંગે સાકેત ગોખલે આક્ષેપો કર્યા હતા
આ સમગ્ર વિવાદનું મૂળ ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેના આરોપો છે, જે તેમણે પીએમ મોદી પર મોરબી પુલ તુટવાની ઘટના વિશે કર્યા હતા. ત્યારે સાકેત ગોખલેએ આરટીઆઈ દ્વારા દાવો કર્યો હતો કે મોરબી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી માટે રૂ. 5.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે સરકારે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા 135 લોકોના પરિવારને માત્ર ચાર લાખનું વળતર આપ્યું છે, જે કુલ પાંચ કરોડ રૂપિયા છે. સાકેત ગોખલેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટનો ખર્ચ 135 લોકોના પરિવારોને આપવામાં આવેલા વળતર કરતાં વધુ હતો.

ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેના દાવાને નકારી કાઢતા પીઆઈબી ફેક્ટ ચેક ટીમે તેને નકલી ગણાવ્યો હતો. PIB ફેક્ટ ચેક ટીમ વતી એક RTIને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે PM મોદીની મોરબી મુલાકાત દરમિયાન 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, આ દાવો તદ્દન ખોટો છે. પીઆઈબી તરફથી કહેવામાં આવ્યું કે આવી કોઈપણ આરટીઆઈનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.