×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માઉન્ટ આબુ જવાનો વિચાર કરતા પહેલા જાણી લેજો તાપમાન, ઠરીને ઠીકરું થઈ જશો

અમદાવાદ,તા. 2 ડિસેમ્બર-2022, શનિવાર 

આમ તો ડિસેમ્બર મહિનો એટલે કડકડતી ઠંડીની શરૂઆત હોય પરંતુ ગુજરાતમાં હજુ ઠંડી પોરો બરાબર સેટ થયો નથી. તો આજુ  રાજસ્થાનના  હીલ્સસ્ટેશન માઉન્ટ આબુને શિયાળાની અસર થઈ ગઈ છે. આજે માઉન્ટ આબુના તાપમાનનો પારો  કુલ્લુ-મનાલી અને મસૂરી કરતાં નીચે પહોંચી ગયો છે. માઉન્ટ આબુનું રાત્રિનું તાપમાન દેશના 10 હિલ સ્ટેશન કરતા પણ નીચે એટલે કે શૂન્ય પર આવી ગયું છે. અહીં અચલગઢ-ઉડિયા બ્લોક વચ્ચે અગાઈ માતાના મંદિરના માર્ગ પર બરફ જામી ગયો હતો.

જયપુરના હવામાન ખાતાનાં નિર્દેશક રાધેશ્યામ શર્માએ જણાવ્યું છે કે આ વખતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીની આગાહી કરવામાં આવી છે. તેમાં મીનીમમ તાપમાન સામાન્યની આસપાસ રહેશે. મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. તેને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે ડિસેમ્બરમાં લોકોને ઠંડી ઓછી લાગશે. ડિસેમ્બરમાં રાજસ્થાનમાં ભલે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સાથે શરૂઆત થઈ  હોય, પરંતુ આગામી 7-8 દિવસ સુધી રાજ્યના હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. તેની પાછળનું કારણ એ છે કે ઉત્તર ભારતમાં કોઈ અસરકારક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય નથી.

ભારતમાં ઠંડી વધવા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી મોટું કારણ
રાજસ્થાન સાથે સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડી વધવા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી મોટું કારણ છે. આ સિસ્ટમના  કારણે પહાડી વિસ્તારોમાં (જમ્મુ-કાશ્મીર, હિમાચલ, લદ્દાખ, ઉત્તરાખંડ)માં હિમવર્ષા અને વરસાદ થાય છે. આ સિસ્ટમ એટલી પ્રભાવશાળી હોય છે કે ઠંડીની અસર અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે.

જયપુરના હવામાન ખાતાનાં  જણાવ્યા અનુસાર આ સિસ્ટમથી જ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શિયાળાની ઋતુમાં (માવઠુ)વરસાદ થાય છે. આ (માવઠા) વરસાદના કારણે આ રાજ્યોમાં દિવસનું તાપમાન ઘટે છે અને ઠંડી અને કોલ્ડ-વેવની સ્થિતિ સર્જાય છે. જયપુરના હવામાન ખાતાનાં  જણાવ્યા અનુસાર, ચુરુ, ઝુનઝુનુ, સીકર સિવાય સિરોહી, બિકાનેર, નાગૌર, જેસલમેર, ભીલવાડા, ચિત્તોડગઢ, ઉદયપુર વિસ્તારોમાં ડિસેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય અથવા તેનાથી થોડું ઓછું રહેશે. જયપુર, અજમેરના કેટલાક જિલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેવાની ધારણા છે. જો કે આ વખતે દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે. એટલે કે, દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ રહેશે અને ઠંડા દિવસની શક્યતા ઓછી હશે.

ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં હવામાન શુષ્ક રહેશે
હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગિલગિટ, બાલ્ટિસ્તાન વિસ્તારમાં હળવા અસરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. જેના કારણે આ વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થશે. આ સિસ્ટમના કારણે ઉત્તરીય પવનોના આગમન પર થોડી અસર થઈ છે. જાન્યુઆરીમાં તાપમાનમાં થોડો ઘટાડો થશે, કારણ કે ઉત્તરીય પવન ફરી એકવાર મેદાની વિસ્તારોમાં આવવા લાગશે. દરમિયાન ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબમાં હવામાન શુષ્ક રહેશે. રાજસ્થાનમાં તમામ શહેરોમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ રહેશે.