×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીના રોડ શો દરમિયાન ગાડી પર પથ્થર ફેંકાયો

અમદાવાદ, તા.02 ડિસેમ્બર-2022, શુક્રવાર

અમદાવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો ચાલી રહ્યો છો. જોકે આ દરમિયાન જ્યારે કાફલો લાલદરવાજા પહોંચ્યો ત્યારે તેમની ગાડી પર પથ્થર ફેંકાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જીવના જોખમે ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે. અમદાવાદમાં તેઓ સતત બે દિવસથી રોડ-શો યોજી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે તેમની ગાડી પર પથ્થર ફેંકાતા પોલીસે તેમને ઢાલ બનાવી સુરક્ષા પુરી પાડી હતી. દરમિયાન પથ્થરો કરનાર વ્યક્તિને ઝડપી પડાયો છે. દરમિયાન હાલ પીએમ મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે.

PM મોદીનો અમદાવાદમાં સળંગ બીજા દિવસે રોડ-શો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ આજે પ્રચંડ પ્રચાર કર્યો હતો. તેમણે આજે અમદાવાદમાં સળંગ બીજા દિવસે રોડ શો કર્યો હતો. શાહીબાગથી સરસપુર સુધી તેમણે રોડ શો દ્વારા પ્રચાર કર્યો હતો. તેમણે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતાં. ત્યારબાદ ત્યાંથી રોડશો આગળ વધ્યો હતો અને સારંગપુર ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. 

અમે અર્થ વ્યવસ્થાને 5માં નંબરે લઈ આવ્યા

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, વર્ષ 2014માં જ્યાં સુધી કોંગ્રેસ રાજ કરતી હતી. ઈકોનોમીમાં આપણે 10માં નંબરે પહોંચી ગયા હતા. દેશની અર્થવ્યવસ્થા કોંગ્રેસનાકાળમાં 6થી 10 પહોંચી ગઈ હતી. લાખો કરોડોનો ગોટાળામાં જ કોંગ્રેસનો સમંય ગયો, 2014માં ભાજપની સરકાર બન્યા બાદ દેશમાં એક નવી ચેતના લાવવાનો પ્રયાસ કર્યો અને તેના પરિણામે 8 જ વર્ષમાં 10 નંબર પરથી અર્થ વ્યવસ્થાને 5માં નંબરે લઈ આવ્યા. પહેલા આતંકવાદી હુમલો થતો ત્યારે બીજા દેશની મદદ માંગવી પડતી હતી, આજે ભારત ઘરમાં ઘૂસીને આતંકીઓને મારે છે : અમદાવાદમાં સભામાં PM મોદીનું 

આજે ગુજરાત નમક ઉત્પાદનમાં નંબર વન

આજે ગુજરાત વિકાસના અનેક માપદંડોમાં ઘણુ આગળ છે. આજે ગુજરાત પોર્ટ કાર્ગો હેન્ડલ કરવામાં દેશમાં નંબર વન છે. આજે ગુજરાત લોજિસ્ટીક પર્ફોમેન્સમાં નંબર 1 છે, આજે ગુજરાત નમક ઉત્પાદનમાં નંબર વન છે, આજે ગુજરાત સોલાર રૂફ ટોપમાં નંબર વન છે. આજે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે. સૌથી મોટુ સ્ટેડિયમ ગુજરાતમાં છે. સૌથી વધુ હિરા ગુજરાતમાં પોલિશ થાય છે. આઝાદીના અમૃતકાળમાં ભારતને નવી ઉંચાઈ પર લઈ જવાનું કામ ગુજરાત તેજ ગતિથી કરી રહ્યુ છે અને આગળ વધી રહ્યુ છે.

બે દિવસથી ઈવીએમને ગાળો આપવાનુ શરૂ કર્યુ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ ભાજપ અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત કરે છે. આ હું નથી કહેતો. કોંગ્રેસ કહે છે. બે દિવસથી કોંગ્રેસના નિવેદન સાંભળશો તો ખ્યાલ આવશે કે ઈવીએમને ગાળો બોલે છે. સતત બે દિવસથી ઈવીએમને ગાળો આપવાનુ શરૂ કર્યુ છે. ચૂંટણીની અંદર મોદીને ગાળો બોલવાને અને મતદાન બાદ ઈવીએમને ગાળો બોલવાની.

વિકાસનો પાયો નાખવા માટેનું આ વખતનું મતદાન

આ ચૂંટણી કોણ ધારાસભ્ય બને, કોણ ન બને, કોની સરકાર બને, કોની ન બને, આ ચૂંટણી પાંચ વર્ષ ગાંધીનગરમાં કોણ સત્તા સંભાળે તેના માટે પણ નથી. આજના 25 વર્ષના યુવાનો માટે સ્વર્ણિમ સમય છે તેની જિંદગીનો. 25 વર્ષ પછી ગુજરાત કેટલુ સ્વર્ણિમ, મજબુત, દિવ્ય, ભવ્ય હોય તેનો પાયો નાખવા માટેનું આ વખતનું મતદાન છે.

સેવાને લઈને દેશ માટે વિચારવાની શક્તિમાં મોટો ફર્ક છે

દેશમાં 6 નંબરેથી પાંચમાં નંબરે દેશની અર્થ વ્યવસ્થા પહોંચી ત્યારે સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો. તેનુુ કારણ છે 250 વર્ષથી અંગ્રેજોએ આપણા પર રાજ કર્યુ એ અંગ્રેજોને ખસેડીને આપણે 5માં નંબરની અર્થ વ્યવસ્થા બન્યા. કોંગ્રેસમાં અને ભાજપમાં મૂળભૂત ફર્ક છે. દેશની સેવાને લઈને દેશ માટે વિચારવાની શક્તિમાં મોટો ફર્ક છે. કોંગ્રેસ માટે પરિવાર પહેલા, ભાજપ માટે દેશ પહેલા છે.