વિશ્વની સામે આવી રહ્યું છે મહાસંકટ, વૈજ્ઞાનિકોએ કરી મોટી આગાહીઅમદાવાદ,તા.01 ડિસેમ્બર-2022, ગુરુવાર
પૃથ્વી પર છેલ્લો મહાવિનાશ લગભગ 65 મિલિયન વર્ષો પહેલા આવ્યો હતો ત્યારે પૃથ્વી પરથી ડાયનાસોર ખત્મ થઈ ગયા હતા. તેને 5મો સામૂહિક મહાવિનાશ માવનામાં આવ્યો છે અત્યારે વૈજ્ઞાનિકોને ડર છે કે 6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો છે. અને આ છઠ્ઠા મહાવિનાશમાં મનુષ્ય સાથે અનેક પ્રજાતિઓ પણ નાશ પામી શકે છે. આ વિનાશ હવા અને પાણીમાં ઓક્સિજનના અભાવને કારણે થશે.
પ્રલય, આપત્તિ અને સર્વત્ર વિનાશ
સમય દરમિયાન પૃથ્વી પરનું તમામ પાણી બરફ બનવા લાગ્યું
જ્યારે પૃથ્વી પરથી સમગ્ર પ્રજાતિ એક જ સાથે લુપ્ત થઈ જાય. આ વિશે સમજવાની શરૂઆત પહેલા આપણે વિનાશથી કરીએ. લગભગ 443 મિલિયન વર્ષો પહેલા પ્રલય આવ્યો હતો. તેને એન્ડ-ઓર્ડોવિશિયન કહેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન પૃથ્વી પરનું તમામ પાણી બરફ બનવા લાગ્યું. સમુદ્ર અને તેની બહારની ઠંડીથી પશુ -પક્ષી સાથે અસંખ્ય જીવો મરવા લાગ્યા. આ દરમિયાન લગભગ 86 પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. જે બાકી રહ્યા હતા તેઓ નવા વાતાવરણ મુજબ પોતાને જાતને અનુકૂળ થઈને બચીને રહ્યા. વર્ષ 2017ના કરંટ બાયોલોજી જર્નલમાં આ અંગે વિગતવાર વિસ્તારપુર્વક માહિતિ આપવામાં આવી છે.
પૃથ્વી પર અચાનક જ્વાળામુખી ફાટી નિકળતાં ઓક્સિજનનું સ્તર ઘટવા લાગ્યું
બીજો પ્રલય લગભગ 359 થી 380 મિલિયન વર્ષો પહેલા આવ્યો હતો. આના અંગે વૈજ્ઞાનિકોને પણ ચોક્કસ ખ્યાલ નથી. આ પ્રલયને એન્ડ ડેવોનિયન કહેવામાં આવ્યો હતો. પૃથ્વી પર અચાનક જ્વાળામુખી ફાટી નિકળતાં ઓક્સિજનનું સ્તર ઘટવા લાગ્યું અને પ્રજાતિઓ ખતમ થવા લાગી. આ વિનાશ એટલો ભયાનક હતો કે પૃથ્વી પરની 75 ટકાથી વધુ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. આ દરમિયાન ઘણી માછલીઓ અને કોરલ(પરવાળા)નો પણ અંત આવ્યો. રસપ્રદ વાત એ છે કે, નાની ઉંચાઈ અને વધુ વજનવાળી પ્રજાતિઓ જેમ કે ટેટ્રાપોડ્સ બચી ગયા. અહીંથી ઉભયજીવી, સરિસૃપ અને સસ્તન પ્રાણીઓનું વિભાજન શરૂ થયું.
જ્વાળામુખી ફાટતાં સમુદ્ર અને હવામાં ઝેર અને એસિડ ફેલાવા લાગ્યો.
જ્યારે ત્રીજા મહાવિનાશ વિશે વાત કરીએ કે જેને એન્ડ પર્મિયન કહેવામાં આવે છે. લગભગ 251 મિલિયન વર્ષો પહેલા થયેલા આ મહાવિનાશક પ્રલય માટે સાઇબિરીયાના જ્વાળામુખી જવાબદાર હતો. જ્વાળામુખી ફાટતાં સમુદ્ર અને હવામાં ઝેર અને એસિડ ફેલાવા લાગ્યો. આ પ્રલય એટલો ભયાનક હતો કે તેનાથી ઓઝોનના સ્તર પણ ફાટી ગયું હતું. જેના કારણે ખતરનાક યુવી કિરણો બહાર આવ્યા હતા. આ દરમિયાન બહાર નિકળેલા કિરણોત્સર્ગને કારણે જંગલો બળીને નાશ પામ્યા હતા. આ સમયગાળાને ચારકોલ ગેપ પણ કહેવામાં આવે છે. એ પછી ફૂગ સિવાય મોટાભાગની પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ.
આ વિનાશમાં પણ તે સમયની લગભગ 80 પ્રજાતિઓ નાશ પામી
ચોથો પ્રલય લગભગ 210 મિલિયન વર્ષો પહેલા થયો હતો જેનાથી પૃથ્વી પર તાંડવ મચી ગયો હતો. આ પ્રલયને એન્ડ ટ્રાયસિક પીરિયડ નામથી ઓળખવામાં આવે છે. આ વખતે પણ જ્વાળામુખી ફાટી નીકળ્યો પરંતુ આ સાઇબિરીયામાં નહીં પણ આ પૃથ્વીના અન્ય સ્થળોએ ફાટી નિકળ્યો હતો. આ વિનાશમાં પણ તે સમયે લગભગ 80 પ્રજાતિઓ નાશ પામી હતી. જે બચી ગયા હતાં તે ડાયનાસોર અને મગરોના વંશજો હતા, તેમને ક્રોકોડાયલોમોર્ફ્સ નામ આપવામાં આવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન એક એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાયો એ વાત...
છેલ્લા અને પાંચમા મહાવિનાશક પ્રલયને એન્ડ ક્રેટેસિયસ કહેવામાં આવે છે. આ એ સમય હતો કે જ્યારે ડાયનાસોર પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા હતા. લગભગ 65.5 મિલિયન વર્ષો પહેલા આવેલા આ વિનાશક પ્રલયના સિદ્ધાંત પર લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે આ વિનાશક પ્રલયનું કારણ શું હતું. આ સમયગાળા દરમિયાન એક એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાયો આ વાત દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું માત્ર તેના ટક્કરાવાથી ઓક્સિજન સમાપ્ત થઈ ગયુ ? શું તેના કારણે જ ડાયનાસોર જેવી મજબૂત પ્રજાતિનો અંત આવ્યો ?
આ સમય દરમિયાન 76 પ્રજાતિઓ મૃત્યુ પામી હતી.
અનેક સંશોધન તેમજ ચર્ચાઓ અંતે એ વાત પણ સૌએ સ્વીકારી લીધી કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વધી ગયું અને ઓક્સિજનનું પ્રમાણ સાવ ઘટી ગયું હતું. આ સમય દરમિયાન 76 પ્રજાતિઓ મૃત્યુ પામી હતી.
આ વખતે માનવીય પ્રવૃત્તિના કારણે પૃથ્વી પર ઓક્સિજન ઘટતાં વિનાશનું મુખ્ય કારણ બનશે.
હવે વાત આવે છે છઠ્ઠા મહાવિનાશની કે અત્યારે વૈજ્ઞાનિકો ખુબ ચિંતા કરી રહ્યા છે. આ કેવી રીતે થશે ? શા માટે અને ક્યારે ? નેવુંના દાયકાની શરૂઆતમાં પ્રખ્યાત પેલિયોન્ટોલોજિસ્ટ રિચાર્ડ લીકીએ ચેતવણી આપી હતી કે છઠ્ઠા વિનાશ માટે માટે ખુદ મનુષ્યો જ જવાબદાર હશે. અહીં તમને એ યાદ અપાવી દઈએ કે અગાઉની પાંચેય આફતો કુદરતી હતી. કોઈ પશુ -પક્ષીના કારણે નહીં. પરંતુ આ વખતે માનવીય પ્રવૃત્તિના કારણે પૃથ્વી પર ઓક્સિજન ઘટી રહ્યુ છે જે આ વિનાશનું મુખ્ય કારણ બનશે.
માનવીના કારણે પૃથ્વી પર પ્રજાતિઓના લુપ્ત થવાની ઝડપ લગભગ 100 ગણી વધી ગઈ છે
અને વૈજ્ઞાનિકોનાં મતે આ વિનાશની શરૂઆત થઈ ચૂકી છે. હકીકતમાં પ્રલય વિના પણ ધરતી પરથી ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. તેને બેકગ્રાઉન્ડ રેટ કહેવામાં આવે છે. ફોસિલ રેકોર્ડ્સ ઘણીવાર આ વિશે વાત કરે છે. આ તો એક સામાન્ય બાબત થઈ, પરંતુ માનવીના કારણે પૃથ્વી પર પ્રજાતિઓના લુપ્ત થવાની ઝડપ લગભગ 100 ગણી વધી ગઈ છે. એટલે કે આપણા કારણે જીવોનો વિનાશ 100 ગણી ઝડપે થઈ રહ્યો છે.
બેક્ટેરિયા, ફૂગ, વૃક્ષો અને છોડ, સરિસૃપ, પક્ષીઓ, માછલીઓ જ નહીં પરંતુ આ સાથે માણસો પણ નાશ પામશે
પ્રોસીડિંગ્સ ઓફ નેશનલ એકેડમી ઓફ સાયન્સ (PNAS)માં વૈજ્ઞાનિકોનું એક ગ્રુપ આ અંગે સતત અભ્યાસ કરી રહ્યું છે. અને આ છઠ્ઠા વિકરાળ વિનાશને હોલોસીન અથવા એન્થ્રોપોસીન લુપ્તતા કહેવામાં આવે છે. અનુમાન છે કે માત્ર બેક્ટેરિયા, ફૂગ, વૃક્ષો અને છોડ જ નહીં, પણ માણસો, સરિસૃપ, પક્ષીઓ, માછલીઓ બધા જ નાશ પામશે અને તેનું કારણ વાતાવરણમાં વિપરિત પરિવર્તન હશે.
વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આવી સ્થિતિમાં અચાનક જ્વાળામુખી ફાટવાનો ડર છે.
જેટલી ઝડપે પૃથ્વી ગરમ થઈ રહી છે અને મહાસાગરોનો બરફ પીગળી રહ્યો છે તેના અનુમાન મુજબ વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આવી સ્થિતિમાં અચાનક જ્વાળામુખી ફાટવાનો ડર બતાવી રહ્યા છે. આના કારણે પાણી એટલું ગરમ થઈ જશે કે તેમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. પરિણામે દરિયાઈ જીવો મરવા લાગશે. વૈજ્ઞાનિકોનાં વિનાશની શરૂઆત પાણીથી થશે, પછી તેની અસર હવામાં પહોંચશે અને ત્યાર બાદ ધીમે ધીમે ઘણી પ્રજાતિઓ એકસાથે લુપ્ત થઈ જશે. મારા અને તમારા સાથે કોઈ બાકાત નહી રહે.
બેકગ્રાઉન્ડ રેસીયો 100 ગણી ઝડપથી વધી રહ્યો છે.
આ ચેતવણી કોઈ અફવા નથી પરંતુ બેકગ્રાઉન્ડ રેસીયો 100 ગણી ઝડપથી વધી રહ્યો છે. વાતાવરણમાં ગરમી અને ઝેરી હવાની ચર્ચા છે. વધતા તાપમાનને કારણે ઘણા દેશોના જંગલોમાં સતત આગ લાગી રહી છે. ગયા વર્ષે ઉનાળામાં યુરોપ જેવા ઠંડા દેશો પણ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા. ગરમી એટલી વધી ગઈ હતી કે ઓફિસ પણ બંધ કરવી પડી હતી. હવે જમીન પણ એટલી ફળદ્રુપ રહી નથી
પરંતુ સૌથી ખરાબ બાબત તો એ છે કે સાવચેત રહેવાને બદલે જંગલો કાપવામાં આવી રહ્યા છે.
દુનિયાના ઘણા દેશોમાં ક્યારેક કમોસમી તોફાન, ક્યારેક દુષ્કાળ તો ક્યારેક ભૂકંપ જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી ખરાબ બાબત તો એ છે કે સાવચેત રહેવાને બદલે જંગલો કાપવામાં આવી રહ્યા છે. યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અનુસાર વર્ષ 2015 થી દર વર્ષે લગભગ 24 મિલિયન એકર જંગલો કાપવામાં આવી રહ્યા છે.
સંશોધનના આધારે કહ્યું કે આ પ્રલયનું વર્ષ 2100 ની આસપાસ હશે.
હજુ સુધી તો એ નથી જાણી શકાયું કે આગામી પ્રલય ક્યારે આવશે પરંતુ ઘણા વૈજ્ઞાનિકો અલગ-અલગ દાવા કરી રહ્યા છે. સાયન્સ એડવાન્સિસમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના પ્લેનેટરી સાયન્સ ડિપાર્ટમેન્ટે તેના સંશોધનના આધારે કહ્યું કે આ પ્રલયનું વર્ષ 2100 ની આસપાસ હશે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે જે હિસાબે પૃથ્વી ગરમ થઈ રહી છે તે પ્રમાણે તેનાથી પહેલા પણ વિનાશ આવી શકે છે. એટલે હજુ પણ સમય છે. માનવી કુદરત સામે અખતરા કરવાનું બંધ કરે અને પર્યાવરણની રક્ષા કરે.
અમદાવાદ,તા.01 ડિસેમ્બર-2022, ગુરુવાર