ગુજરાત ચૂંટણી : PM મોદીનો નરોડાથી ચાંદખેડા સુધીનો રોડ શો શરૂ, જનમેદની ઉમટીઅમદાવાદ, તા.01 ડિસેમ્બર-2022, ગુરૂવાર
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તો બીજા તબક્કા માટે ઉમેદારો, દિગ્ગજ નેતાઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેઘા રોડ-શો ચાલી રહ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીનો રથયાત્રાથી પણ લાંબો મેગા રોડ-શો યોજાઈ રહ્યો છે. આ રોડ-શો આજે સાંજે 5 વાગે શરૂ થયો હતો. આ રોડ શો નરોડાથી ચાંદખેડા સુધી યોજાવાનો છે. અમદાવાદની તમામ બેઠક આવરી લેવાય એ રીતે વડાપ્રધાનના રોડ શૉનું આયોજન કરાયું છે. આ રોડ-શો દરમિયાન 35 જેટલા પોઈન્ટ પર સ્વાગત કરવાનું આયોજન કરાયું છે. આ રોડ-શો 38 કિલોમીટર સુધી યોજાશે. દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં 38 રેલીઓ અને 3 રોડ-શો કરી ચુક્યા છે.
બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કુલ બે કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આમ રાજ્યના કુલ મતદારોની વાત કરીએ તો 4 કરોડ 91 લાખ 35 હજાર 400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે છે. બીજા તબક્કામાં 17 હજાર 607 પુરૂષ અને 664 મહિલા મતદારો મળી 18 હજાર 271 સેવા મતદારોનો સમાવેશ થાય છે.
5મી ડિસેમ્બરે 833 ઉમદવારો માટે મતદાન યોજાશે
ગુજરાત ચૂંટણીની પાંચમી ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાની ચૂંટણીમાં 764 પુરૂષ ઉમેદવારો અને 69 મહિલા ઉમેદવારો મળી કુલ 833 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
બીજા તબક્કામાં આ જિલ્લાઓમાં મતદાન યોજાશે
વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર, ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર, હિમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા, સાવલી, વાઘોડિયા, છોટા ઉદેપુર, જેતપુર પાવી, સંખેડા, ડભોઇ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરજણ
અમદાવાદ, તા.01 ડિસેમ્બર-2022, ગુરૂવાર