×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીન 2035 સુધીમાં કરવા જઈ રહ્યું છે મોટું કામ : અમેરિકના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

અમેરિકાના એક અહેવાલમાં ચીનને લઈને મોટો ખુલાસો થયો છે. જેમાં જણાવવા મળ્યું છે કે કેવી રીતે ચીન પોતાના પરમાણુ હથિયારોના જથ્થામાં ઝડપથી વધારો કરી રહ્યું છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આગામી 12 વર્ષમાં ચીન પાસે 1500થી વધુ પરમાણુ હથિયાર હશે. અમેરિકાનું ડિફેન્સ ડિપાર્ટમેન્ટ કે, જે આંતરિક સુરક્ષા સિવાય દુનિયામાં થતી તમામ ગતિવિધિઓ પર નજર રાખે છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીને અંદાજિત ઝડપથી પણ વધુ કામ કર્યું છે અને હવે તેની પાસે લગભગ 400 પરમાણુ હથિયાર છે.

અમેરિકાના આ અહેવાલમાં ચીન કેવી રીતે અમેરિકા માટે સતત પડકાર બની રહ્યું છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન વિશ્વની સૌથી મોટી મહાસત્તા તરીકે અમેરિકાને પડકાર આપવા માંગે છે. એટલા માટે તે પોતાના પરમાણુ હથિયારોના ઝડપથી વધારો કરી રહ્યું છે.

માત્ર બે વર્ષમાં હથિયારોમાં બમણો વધારો

આ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો એ છે કે વર્ષ 2020 સુધીમાં ચીન પાસે લગભગ 200 પરમાણુ હથિયાર હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો. જેને બમણા થવામાં લગભગ 10 વર્ષ લાગી શકે છે, પરંતુ માત્ર બે વર્ષમાં ચીને તેના પરમાણુ હથિયારોના જથ્થાને બમણો કરી દીધો છે. જેને લઈને હવે અમેરિકન સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. જો ચીન આ દરે આગળ વધતું રહેશે તો વર્ષ 2035 સુધીમાં ચીન પાસે 1500થી વધુ પરમાણુ હથિયારો થઇ જશે. જેથી એ શક્તિ દ્વારા તે કોઈપણ દેશને ધમકી આપવાનું કામ કરી શકે છે.

અમેરિકા સામે મોટો પડકાર

અમેરિકાના એક સિનિયર સંરક્ષણ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને આ દિશામાં જે ગતિ કરી છે તે વિસ્તરણ ઝડપથી થતું જોવામાં મળે છે. તેમણે જણાવ્યું કે ચીન કેવી રીતે વિશ્વસ્તર પર પોતાની વધતી સેનાનો ઉપયોગ કરી રહ્યું છે. આવનારા સમયમાં અમેરિકાની સુરક્ષા એજન્સીઓ માટે આ સૌથી મોટો પડકાર બની શકે છે. ચીન દ્વારા એવું કહેવાતું હતું કે તેની પાસે માત્ર પોતાના સંરક્ષણ માટે પરમાણુ હથિયાર છે, પરંતુ એવું નથી. તે દુનિયામાં ભય ફેલાવવા માટે હથિયારોના ભંડારમાં સતત વધારો કરી રહ્યો છે. જેમાં સમુદ્ર, આકાશ અને જમીન પરથી  પ્રહાર કરતા ખતરનાક પરમાણુ હથિયારોનો સમાવેશ થાય છે.