×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતની ચર્ચાસ્પદ બેઠક પર ભાજપની સતત 28 વર્ષથી જીત, ‘PM મોદીએ પણ નોંધાવી જીતની હેટ્રિક’

અમદાવાદ, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક મણિનગર છે. આ બેઠક ભાજપ માટે સૌથી મોટો ગઢ મનાય છે અને આ બેઠક પર ભાજપ 28 વર્ષથી જીતતી આવી છે. એટલું જ નહીં આ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત 3 વખત જીત્યા છે. તેમણે 2002ની ચૂંટણીમાં 1,13,589 મતો મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસના ઓઝા યતીનભાઈ નરેન્દ્ર કુમારને માત્ર 38.256 મત મળ્યા હતા. બંને વચ્ચે જીત-હારનું અંતર 75,333 વોટોનું રહ્યું હતું. ત્યાર બાદ PM મોદીએ 2007 અને 2012ની ચૂંટણીમાં સતત જીત નોંધાવી હેટ્રીક બનાવી હતી. તો આ વખતે પણ મણિનગર બેઠક પર ભાજપની જીત નક્કી માનવામાં આવે છે.

વર્ષ 2012 બાદ 2017ની ચૂંટણીમાં પીએમ મોદી બાદ ભાજપના સુરેશ પટેલ આ બેઠક પરથી 75,199 મતોના મોટા માર્જીનથી જીત્યા હતા. આ વખતે ભાજપે અમૂલ ભટ્ટ અને આમ આદમી પાર્ટીએ વિપુલભાઈ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અહીં પછાત જાતિના 20 ટકા મતદારો છે, જે જીત-હારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત ઓબીસી, દલિત, મુસ્લિમ મતદારો તેમજ વણિક, પાટીદાર, બ્રાહ્મણ અને સામાન્ય સમાજના મતદારો છે.

મણીનગર બેઠકના ચૂંટણી સમીકરણો

અમદાવાદ જિલ્લા અને અમદાવાદના પશ્ચિમ સંસદીય મતવિસ્તારની મણિનગર વિધાનસભા બેઠક પર કુલ બે લાખ 76 હજાર 935 મતદારોની સંખ્યા છે. આમાંથી એક લાખ 43 હજાર 519 પુરુષ મતદારો અને એક લાખ 33 હજાર 411 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.