×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘કાકા જીતશે તો મારા ખભે બેસાડીશ’ આપ ઉમેદવારે ભાજપના ઉમેદવારને મત આપવા અપીલ કરી

અમદાવાદ, તા. 29 નવેમ્બર 2022, મંગળવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન નજીક આવી રહ્યું છે. તમામ પક્ષો મતદારોને રિઝવવા એડિચોટીનું જોર લખાવી રહ્યા છે, તો કેટલાક નેતાઓ આશ્ચર્યજનક નિવેદન આપી મતદારોને ચોંકાવી રહ્યા છે, ત્યારે આવું જ એક ચોંકાવનારું સુરતમાં સામેલ આવ્યું છે.

ઉમેદવાર કાકા-ભત્રીજા વચ્ચે શબ્દ યુદ્ધ

આ વખતની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે. તો સુરતમાં પણ રાજકારણો ખરાખરીનો ખેલ ચાલી રહ્યો છે. તો સુરતની વરાછા બેઠક પર ભાજપના ઉમદેવાર કિશોર કાનાણી અને આપ આદમી પાર્ટીના અલ્પેશ કથિરીયા વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. દરમિયાન સુરતની વરાછા બેઠક પર ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીને આપના ઉમેદવાર અલ્પેશ કથિરિયાએ ખુલ્લી ચેલેન્જ આપી છે. 


આપના ઉમેદવાર અલ્પેશ કથિરીયાએ એવું નિવેદન આપ્યુ છે કે સૌ કોઈ ચોકી ગયા છે. કથિરીયાએ કિશોર કાનાણીને ચેલન્જ આપતા કહ્યું કે, ભત્રીજો હોવાથી ખાતરી આપું છું કે, 1 ડિસેમ્બરે તમારો જન્મ દિવસ છે. કાકા અને વરાછાની જનતા તમને મત આપે તેવી હું અપીલ કરુ છે. જો તમે જીતશો તો 8 ડિસેમ્બરના રોજ હું તમને માનગઢ ચોક પર મારા ખભે બેસાડીશ...

વરાછા બેઠક પર આ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

ઉલ્લેખનિય છે કે, સુરતની વરાછા બેઠક પર ભાજપ તરફથી કિશોર કાનાણી, કોંગ્રેસ તરફથી પ્રફુલ છગનભાઈ તોગડિયા તેમજ આમ આદમી પાર્ટી તરફથી અલ્પેશ કથિરીયા ચૂંટણી મેદાનમાં છે. 

અ ત્રણેય ઉમેદવારોના અભ્યાસ અને ધંધા અંગેની વાત કરીએ તો ભાજપના કિશોર કાનાણી ધો. 9 છે અને તેઓ કાપડ ઉદ્યોગનો બિઝનેસ કરે છે. તો કોંગ્રેસના ધોરણ-5 ભણેલા પ્રફુલ્લ તોગડિયા ખેતી તેમજ બાંધકામ મજૂરી સાથે સંકળાયેલા છે, જ્યારે આમ આદમી પાર્ટીના LLB અલ્પેશ કથિરીયાનો વકીલાતનો બિઝનેસ છે.