×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાની કંપનીએ રાતોરાત મેસેજ-ઈ-મેઇલ દ્વારા 2700 કર્મચારીઓને કાઢી મુક્યા


- મિસિસિપીમાં ફર્નિચર બનાવતી કંપનીએ રાતોરાત કર્મચારીઓને કાઢી મુક્યા

- બે દાયકા જૂની કંપનીએ અચાનક કામ બંધ કરી દીધું

- મોટા અધિકારીઓને ઉનાળામાં કાઢી મૂકવામાં આવ્યા હતા 

- કંપની સામે કેસ દાખલ કર્યો 

- કર્મચારીઓને અચાનક કેમ કાઢી મુક્યા તે અંગે કોઈ પુષ્ટિ કરાઈ નથી

નવી દિલ્હી, તા. 28 નવેમ્બર 2022, સોમવાર

અમેરિકાના મિસિસિપીમાં ફર્નિચર બનાવતી કંપનીએ રાતોરાત  2,700 કર્મચારીઓને કાઢી મુક્યા. રિપોર્ટ અનુસાર, યુનાઈટેડ ફર્નિચર ઈન્ડસ્ટ્રીઝ (યુએફઆઈ) એ 21 નવેમ્બરની મધ્યરાત્રિએ કર્મચારીઓને ટેક્સ્ટ અને ઈમેલ કરીને બીજા દિવસે કામ પર ન આવવા માટે કહ્યું હતું. UFI બજેટ ફ્રેન્ડલી સોફા અને રેક્લાઈનર બનાવવા માટે જાણીતું છે.

રિપોર્ટ અનુસાર, કંપની દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, 'બોર્ડ ઓફ ડાયરેકટર્સના નિર્દેશ પર... અમને જણાવતા દુઃખ થાય છે કે બિઝનેસમાં અચાનક આવી સ્થિતિ ઉભી થઈ છે, જેનો અમને ખ્યાલ નહોતો. આ કારણે કંપનીએ તેના તમામ કર્મચારીઓને છૂટા કરવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. અન્ય ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે તમને કાયમી ધોરણે કાઢી મૂકવામાં આવી રહ્યા છે અને તમારી તમામ સુવિધાઓ સમાપ્ત કરવામાં આવી છે. કંપનીએ તેના ડ્રાઇવરોને તાત્કાલિક અસરથી સાધનો, ઇન્વેન્ટરી અને ડિલિવરી દસ્તાવેજો પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કર્મચારીઓને અચાનક કેમ હટાવવામાં આવ્યા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. બે દાયકા જૂની આ કંપનીએ અચાનક તેનું કામ બંધ કરી દીધું છે

ન્યુયોર્કના રિપોર્ટ અનુસાર, ઉનાળા દરમિયાન, કંપનીએ તેના ચીફ એક્ઝિક્યુટિવ, ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અને વેચાણના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટને કાઢી મુખ્ય છે. કાઢી મુકાયેલા કરાયેલા કર્મચારીએ ધ્યાન દોર્યું કે જે કર્મચારીઓએ સખત મહેનત કરી છે તેમના માટે આ વાજબી નથી. આ એક માતા માટે સાચું નથી જેણે હમણાં જ બાળકને જન્મ આપ્યો છે. કેમોમાંથી પસાર થતા કેન્સરના દર્દીની સારવાર કેવી રીતે થશે? મિસિસિપીના બૂનેવિલેમાં સ્થિત લૈંગસ્ટન એન્ડ લોટ પણ આ મામલે યુનાઈટેડ ફર્નિચર ઈન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.