×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

FIFA World Cupમાં ત્રીજો અપસેટ સર્જાયો, મોરોક્કોએ વર્લ્ડ નંબર-2ની ટીમને હરાવી

નવી દિલ્હી,તા.27 નવેમ્બર 2022, રવિવાર

ફિફા વર્લ્ડ કપ 2022માં વધુ એક અપસેટ સર્જાયો છે. આજે રમાયેલી ગ્રુપ-Fની મેચમાં મોરોક્કો સામે વર્લ્ડ નંબર-2 બેલ્જિયમની ટીમની 0-2થી હાર થઈ છે. મેચમાં મોરોક્કોની જીતના હીરો અબ્દેલહમીદ સાબીરી અને ઝકારિયા અબુખલાલ હતા. આ બંને ખેલાડીઓએ 1-1 ગોલ કર્યો હતો.

અગાઉની મેચમાં બેલ્જિયમ કેનેડા સામે માંડ-માંડ જીત્યું હતું. આ મેચમાં બેલ્જિયમની ટીમ એક ગોલ કરવામાં સફળ રહેતા કેનેડાની હાર થઈ હતી. મોરોક્કો અને બેલ્જિયમની મેચની વાત કરીએ તો આ વર્લ્ડકપમાં આ ત્રીજો મોટો અપસેટ છે. અગાઉ મેચમાં સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને અને જાપાને જર્મનીને હારનો સ્વાદ ચખાડ્યો હતો.

બેલ્જિયમની ટીમ

થિબૌટ કોર્ટોઈસ (ગોલકીપર), જાન વર્ટોન્ગેન, ટોબી એલ્ડરવેઇરેલ્ડ, થોમસ મ્યુનિયર, એક્સેલ વિટસેલ, અમાડો ઓનાના, કેવિન ડી બ્રુયને, થોર્ગન હેઝાર્ડ, ટિમોથી કાસ્ટેગને, મિચી બત્શુઆયી, એડન હેઝાર્ડ.

મોરોક્કોની ટીમ

યાસીન બોનો, અશરફ હકીમી, નૌસેર મેજર્યુઈ, સોફિયન અમરાબત, નૈફ અગુડ્ડે, રોમેન સાઈસ, હકીમ ઝીક, એઝેડીન ઈનહેઈલ, સલીમ અમલાહ, સોફિયાને બૌફલ અને યુસેફ એન-નેસિરી.