×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત ચૂંટણી : અમદાવાદમાં CM ભુપેન્દ્ર પટેલનો રોડ-શો, જનમેદની ઉમટી

અમદાવાદ, તા.26 નવેમ્બર 2022, શનિવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટાભાગના ઉમેદવારો પ્રચાર, રોડ-શો, જનસભાને સંબોધનમાં વ્યસ્ત છે. ચૂંટણીની તારીખોનો સમય પણ નજીક આવી ગયો છે, ત્યારે ભાજપના ઘાટલોડિયા બેઠકના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ રોડ-શો યોજ્યો હતો. આ રોડ-શો દરમિયાન જનમેદની પણ ઉમટી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રોડશો ગુરુકાળના સુભાષચોકથી બોડકદેવ સુધી યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો, નેતાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઘાટલોડિયા બેઠક પર વર્ષોથી ભાજપનો દબદબો

દરમિયાન અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા બેઠકની વાત કરીએ તો અહીં ભાજપ તરફથી મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારા છે, તો કોંગ્રેસે પણ અમિબેન યાજ્ઞિકને ઘાયલોડિયાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયા બાદ સૌની નજર ઘાટલોડિયા બેઠક રહેશે, કારણ કે આપે આ બેઠક પર વિજય પટેલને ટિકિટ આપી છે. ઘાટલોડિયાના કુલ મતદારની વાત કરીએ તો અહીં પાટીદારોનું પ્રભુત્વ છે. 4,18,976 મતદારો ધરાવતી ઘાટલોડિયા બેઠક પર વર્ષોથી ભાજપનો દબદબો છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જિલ્લામાં 5મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના મતદાનનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કાશે.

બે તબક્કામાં યોજાશે મતદાન

બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે એક અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાશે. સાથે જ મતગણતરી 8 ડિસેમ્બરે થશે. બે તબક્કામાં તમામ 182 બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થઈ રહ્યો છે.

પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા કુલ એક હજાર 621 ઉમેદવારોમાં એક હજાર 482 પુરૂષ ઉમેદવારો અને 139 મહિલા ઉમેદવારો છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા છે.