×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તમારી સેવા કરવા ચૂંટો છો તે ધારાસભ્યને જાણો કેટલો મળે છે પગાર, સુવિધાઓ પણ ચોંકાવનારી

અમદાવાદ,તા.26 નવેમ્બર 2022, શનિવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પહેલા ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન નજીક આવ્યું રહ્યું છે, તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે અને 8મી ડિસેમ્બરના રોજ 182 બેઠકો પરના ઉમેદવારોનું ભવિષ્ય પણ નક્કી થઈ જશે. બંને તબક્કામાંથી 1621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ પૈકી 12 વિજેતાઓ વિધાનસભામાં પોતપોતાના મતક્ષેત્રનું  પ્રતિનિધિત્વ કરશે. આ ચૂંટણીમાં જે પણ ઉમેદવારો ચૂંટાઈને આવશે તે ધારાસભ્યોને આગામી પાંચ વર્ષ સુધી ઘણા લાભો મળે છે. તો 2022ની ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોને આગામી પાંચ વર્ષ સુધી મળનારા લાભો પર નજર કરીએ...

ધારાસભ્યોને આગામી 5 વર્ષ સુધી મળશે આ સુવિધા

  • આગામી 5 વર્ષ સુધી મહિને રૂ.78800ની બેઝિક સેલેરી
  • સરેરાશ રૂપિયા ૫૫૦૦ જેટલું મોંઘવારી ભથ્થું
  • ટેલિફોન-પેટ્રોલ બિલ સહિત સરેરાશ રૂ.૧.૧૬ લાખનો પગાર
  • ગાંધીનગરમાં ક્વાર્ટર્સની સુવિધા (રોજનું ભાડું માત્ર રૂ.1.25)
  • ધારાસભ્યોને મકાનમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રિજ, ટીવી સહિતની સુવિધા
  • નિયમિત સફાઈ અને અટેન્ડન્ટની પણ સુવિધા
  • મકાનનું લાઈટબિલ પણ સરકાર ભરે છે.
  • ધારાસભ્યોના ક્વાર્ટર્સમાં આવેલી કેન્ટિનમાં રૂ.85માં ફુલ ડીશની સુવિધા
  • ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને તેમનાં પરિવાર માટે હોસ્પિટલોમાં ફ્રી સારવારની સુવિધા

આ રાજ્યોના ધારાસભ્યોનો સૌથી વધુ પગાર

  • તેલંગાણા - રૂ.2.50 લાખ
  • મહારાષ્ટ્ર - રૂ.2.32 લાખ
  • કર્ણાટક - રૂ.2.05 લાખ
  • ઉત્તર પ્રદેશ - રૂ.1.87 લાખ
  • ઉત્તરાખંડ - રૂ.1.60 લાખ

ધારાસભ્યોની સેલેરી સ્લિપ

  • પગાર : પ્રતિ મહિને રૂ.78,800ની બેઝિક સેલેરી. વાર્ષિક પેકેજ રૂ.9.45 લાખ
  • મોંઘવારી ભથ્થું : પ્રતિ મહિને સરેરાશ રૂ.5,516
  • અન્ય ભથ્થાં પ્રતિ માસ : ટેલિફોન બિલ : રૂ.7,000
  • પોસ્ટલ-સ્ટેશનરી ચાર્જ: રૂ.5,000
  • સેક્રેટરી માટે ભથ્થું: રૂ.20,000
  • દૈનિક ભથ્થું : પ્રતિ દિવસનું રૂ.100
  • ટેલિફોન : લેન્ડલાઇન ફોન હોય તો લોકલ કોલ્સ  માટે કોઇ ચાર્જ નહીં.
  • ઘરનું ભાડું : ક્વાર્ટરમાં રહેવાની સુવિધા, પ્રતિ દિવસનું ભાડું રૂ.1.25
  • વર્ષમાં 3 વખત પરિવારના સદસ્ય સાથે વિમાનમાં મફત મુસાફરી
  • એસટીમાં પરિવારના 4 સદસ્યો સાથે ગુજરાતમાં મફત મુસાફરી
  • ગુજરાતમાં ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ એસીમાં પરિવારના 4 સદસ્યો સાથે મફત મુસાફરી
  • વર્ષમાં પરિવારના સદસ્ય સાથે 20,000 કિમી સુધીની રેલવે મુસાફરી  મફત

ધારાસભ્યોને મળતું પ્રવાસનું ભથ્થું

બાય રોડ પોતાની માલિકી કે ભાડાની કારમાં જતાં હોય તો પ્રતિ કિલોમીટરે ભાડું કાર (પેટ્રોલ) રૂ.11, કાર (ડીઝલ) રૂ.10, કાર (સીએનજી) રૂ.6, ટુ વ્હિલર:  રૂ.2.50, અન્ય વાહન:  રૂ.2.50 ચૂકવાય છે.

ધારાસભ્ય અને તેમના પરિવારને મળતી તબીબી સુવિધા

રાજ્ય સરકારની હોસ્પિટલમાં વર્તમાન, પૂર્વ ધારાસભ્યને નિઃશુલ્ક તબીબી સહાય. આ ઉપરાંત વર્તમાન ધારાસભ્ય અને તેમના પરિવારના આશ્રિત સદસ્યોને રાજ્યની ખાનગી હોસ્પિટલમાં આઉટડોર-ઈન્ડોર જ્યારે પૂર્વ ધારાસભ્ય હોય તો તેમના પરિવારના આશ્રિત સદસ્યોને ખાનગી હોસ્પિટલમાં પેકેજ પ્રમાણે સુવિધા.