×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત વિધાન સભા ચૂંટણી 2022: ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો


- ગુજરાત આજે સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન: CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, તા. 26 નવેમ્બર 2022, શનિવાર

વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો વચનોની લ્હાણી કરતા હોય છે. ત્યારે આજે ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત આજે સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન છે. રોજગારી આપવામાં ગુજરાત નંબર વન છે. ગુજરાત ઉદ્યોગોમાં પણ અગ્રેસર છે.

ભાજપના સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દા:

- 'ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ' હેઠળ 10 હજાર કરોડનું રોકાણ કરીશું જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને મજબૂત કરશે.

- રૂ. 25 હજાર કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું, જેમાં ખૂટતી કડીઓનું નિર્માણ અને કચ્છ-ઉતર ગુજરાત વોટર ગ્રીડ પર વધુ ધ્યાન આપીશું.

- પશુધનની સારસંભાળને સુનિશ્ચિત ગૌશાળાઓને (રૂ.500 કરોડના વધારાના બજેટ સાથે) માળખાકીય રીતે મજબૂત કરશે.

- 1000 એડિશનલ મોબાઈલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુ માટે રસીકરણ અને વીમાની ખાતરી 

અગ્રેસર યુવા 

મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ રૂ.10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં રૂ.20,000 શાળાઓને અપગ્રેડ 

- ‘કે.કા.શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ’ અંતર્ગત રૂ.1,000 કરોડના ખર્ચે નવી સરકારી કોલેજોનું નિર્માણ અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અદ્યતન બનાવશે

- ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરીશું. 

IITના તર્જ પર 4 ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની સ્થાપના કરીશું. વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

- અગ્રેસર આરોગ્ય

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની વાર્ષિક મર્યાદા 10 લાખ 

- મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ હેઠળ EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિઃશુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે 110 કરોડના ભંડોળનું નિર્માણ

- 10,000 કરોડના ભંડોળથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ'નું નિર્માણ કરીશું, જેથી ૩ નવી સિવિલ મેડિસિટી, 2 AIIMS સ્તરની હોસ્પિટલોનું નિર્માણ થશે અને વર્તમાન સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત બનાવશે

સમરસ વિકાસ 

- પ્રધાનમંત્રી આવાસ યોજના'ના 100% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરીશું.

- 'ફેમિલી કાર્ડ યોજના"ના માધ્યમથી દરેક પરિવાર સુધી રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચે તે સુનિશ્ચિત કરીશું.

- PDS સિસ્ટમના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાધ તેલ આપીશું.

- શ્રમિકોને 2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરીશું.

- ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનાર દરેક OBC/ST/SC/EWS વિધાર્થીઓને રૂ. 50,000નું પ્રોત્સાહન 

આદિજાતિ

- આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ 1 લાખ કરોડનો ખર્ચ  

- ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના 56 તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરીશું. 

- અંબાજી અને ઉમરગામ વચ્ચેના 'બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોરનું નિર્માણ કરીશું. 

- આદિવાસી ક્ષેત્રોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ પેરા મેડિકલ કોલેજોની સ્થાપના કરીશું. 

- યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના  

- આદિવાસી વિધાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળાઓ સ્થાપીશું

અગ્રેસર ગવર્નન્સ

- ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરીશું. 

- એન્ટિ રેડિકલાઈઝેશન સેલ બનાવીશું જે દેશવિરોધી તત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે 

- રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગેરે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત કરવા માટે કાયદો 

- પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે રૂ.1000 કરોડનો ખર્ચ

અગ્રેસર નારી

- KGથી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ 

- આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે 'શારદા મહેતા યોજના'

- ગુજરાતમાં મહિલા સિનિયર સિટિઝન માટે નિઃશુલ્ક બસ મુસાફરીની યોજના

- આવનારા પાંચ વર્ષોમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ

- ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સર્વિસ સેક્ટર અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ પર વિશેષ ધ્યાન  

- સાગરખેડુ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેનને વધુ મજબૂત કરીશું તેમજ મત્સ્યોધોગને પ્રોત્સાહન આપવા બ્લુ ઈકોનોમી કોરિડોર અને સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરશે

ઈકોનોમી 

- ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સર્વિસ સેક્ટર અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ (એવિએશન, ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી) પર વિશેષ ધ્યાન 

- સાગરખેડુ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેનને વધુ મજબૂત કરીશું તેમજ મત્સ્યોધોગને પ્રોત્સાહન આપવા બ્લુ ઈકોનોમી કોરિડોર અને સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરીશું 

ઈન્ફ્રાસ્ટ્રક્ચર 

3,000 કિ.મી. લાંબા સમગ્ર ગુજરાતને આવરી લેતા પરિક્રમા પથ અને ગુજરાત લિંક કોરિડોર્સ (દાહોદથી પોરબંદરને જોડતી પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને પાલનપુરથી વલસાડને જોડતી ઉત્તર-દક્ષિણ કોરિડોર)નું નિર્માણ 

- સૌરાષ્ટ્રના મહત્વના આર્થિક કેન્દ્રો અને નેશનલ હાઈ-વે વચ્ચે મજબૂત કનેક્ટિવિટી વિકસાવવા માટે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડને સાકાર કરીશું. 

- શહેરી વિસ્તારોમાં નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ 25,000 કરોડનો ખર્ચ 

- ગાંધીનગર અને સુરત મેટ્રોની કામગીરીને નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરીશું અને સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા પર ઝડપથી કામ શરૂ કરીશું.

સંસ્કૃતિ 

- દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે 'દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવાશે

- મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે રૂ.1,000 કરોડની ફાળવણી 

- ગુજરાતના ઉન્નત સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે 2,500 કરોડનું રોકાણ