×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપને હરાવવા માટે બનેલા ગઠબંધનનો હિસ્સો ક્યારેય નહીં બનું, કેજરીવાલનું એલાન

નવીદિલ્હી, 23 નવેમ્બર 2022, બુધવાર

દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે આજે એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અમારી પાર્ટી ક્યારેય એવા ગઠબંધનનો ભાગ નહીં બને જે માત્ર ભાજપને હરાવવાના આશય સાથે બન્યું હોય. કારણ કે હું માનું છું કે લોકતંત્રમાં કોઈ પાર્ટીને હરાવવાનું કે જીતાડવાનું કામ માત્ર જનતાનું હોય છે અને તે જ કરી શકે છે. 

કેજરીવાલે કહ્યું અમે દેશની આશા બનવા માંગીએ છીએ. આપણે દેશની સામે એજન્ડા પ્રસ્તુત કરવાનો છે જે દેશને સ્વીકાર્ય હોય. એવો મુદ્દો રજૂ કરવા છે જેને જોઈને દેશને લાગે કે હા આ કરી શકશે. જે દિવસે અમે આવો એજન્ડા રજૂ કરીશું ત્યારે અમે આપોઆપ વિકલ્પ બની જઈશું. પણ જો અમે એવું કરીએ કે બધા ભેગા થઈ જઈએ, તમે અને ભાજપને હરાવવા માટે વોટ આપો તો જનતા હરાવવા નહીં માંગતી હોય તો તે તમને સ્વીકાર નહીં કરે. જનતા હરાવવા માંગતી હશે તો હરાવીને જ રહેશે. મને લાગે છે કે હું એવા કોઈ ગઠબંધનનો હિસ્સો નહીં બનું જે માત્રને માત્ર ભાજપને હરાવવા માટે બન્યું હોય. પરંતુ જો દેશને આગળ લાવવા માટે કોઈ ગઠબંધન બને છે તે પછી પાર્ટીઓનું હોય, NGOનું હોય કે નાગરિકોનું, હું તે ગઠબંધનનો હિસ્સો છું. 

ભાજપને પૂછો કે તેમણે છેલ્લા 5 વર્ષોમાં શું કર્યુ 

તેમણે એક જવાબમાં કહ્યું કે તે ભાજપનો વિકલ્પ બનવા નથી માંગતા પરંતુ દેશની આશા બનવા માંગે છે. ગુજરાતની સાથે સાથે દિલ્હી MCD ચૂંટણીમાં પણ જીતનો દાવો કરતા કેજરીવાલે કહ્યું કે હું કામ કરવામાં લાગેલો છું અને ભાજપ મને ગાળો આપી રહ્યાં છે. ભાજપને પૂછો કે તેમણે છેલ્લા 5 વર્ષોમાં શું કર્યુ. અમે આગામી 5 વર્ષમાં સફાઈ કરીશું, દિલ્હી સુંદર કરીશું અને ભ્રષ્ટાચાર ખતમ કરીશું.

હું એવા કોઈ ગઠબંધનનો હિસ્સો નહીં બનું જે માત્રને માત્ર ભાજપને હરાવવા માટે બન્યું હોય : કેજરીવાલ

કેજરીવાલે કહ્યું અમે દેશની આશા બનવા માંગીએ છીએ. આપણે દેશની સામે એજન્ડા પ્રસ્તુત કરવાનો છે જે દેશને સ્વીકાર્ય હોય. એવો મુદ્દો રજૂ કરવા છે જેને જોઈને દેશને લાગે કે હા આ કરી શકશે. જે દિવસે અમે આવો એજન્ડા રજૂ કરીશું ત્યારે અમે આપોઆપ વિકલ્પ બની જઈશું. પણ જો અમે એવું કરીએ કે બધા ભેગા થઈ જઈએ, તમે અને ભાજપને હરાવવા માટે વોટ આપો તો જનતા હરાવવા નહીં માંગતી હોય તો તે તમને સ્વીકાર નહીં કરે. જનતા હરાવવા માંગતી હશે તો હરાવીને જ રહેશે. મને લાગે છે કે હું એવા કોઈ ગઠબંધનનો હિસ્સો નહીં બનું જે માત્રને માત્ર ભાજપને હરાવવા માટે બન્યું હોય. પરંતુ જો દેશને આગળ લાવવા માટે કોઈ ગઠબંધન બને છે તે પછી પાર્ટીઓનું હોય, NGOનું હોય કે નાગરિકોનું, હું તે ગઠબંધનનો હિસ્સો છું. 

ભાજપનો વિકલ્પ બનવા નથી માંગતા પરંતુ દેશની આશા બનવા માંગે છે : કેજરીવાલ