×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં BJPનો આજે 'મેગા શો': અમિત શાહ અને જેપી નડ્ડા કરશે પ્રચંડ પ્રચાર


- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરશે

અમદાવાદ, તા. 21 નવેમ્બર 2022, મંગળવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ દરેક પાર્ટી જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે દરેક પક્ષ દ્વારા રોડ શોથી લઈને વિશાળ ચૂંટણી રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિશાળ રેલીઓ છે જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક દિવસમાં અનેક જાહેર સભાઓને સંબોધિત કરશે. મંગળવારે અમિત શાહ અને જેપી નડ્ડા ભાજપની 4-4 રેલીઓને સંબોધિત કરશે. 

ગુજરાતમાં જેપી નડ્ડાની જાહેરસભાઓ:

જાહેર સભા-1 

વિધાનસભા- શહેરા

સમય- સવારે 11:00 વાગ્યે 

સ્થળ- આનિયાદ ક્રોસ રોડ, શેહરા

જાહેર સભા-2

વિધાનસભા- ચાણસ્મા

સમય- બપોરે 1:50 વાગ્યે

સ્થળ- સરદાર ચોક, ચાણસ્મા

જાહેર સભા-3

વિધાનસભા- નિકોલ 

સમય સાંજે 7:50 વાગ્યે

સ્થળ- AMC મેદાન, વિરાટનગર, અમદાવાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજનો ચૂંટણી કાર્યક્રમ

જાહેરસભા- 1 ખંભાત વિધાનસભા

સમય- સવારે 11:30 વાગ્યે

સ્થળ- ખંભાત, આણંદ 

જાહેરસભા-2 થરાદ વિધાનસભા

સમય- બપોરે 2:00 વાગ્યે

સ્થળ- થરાદ, બનાસકાંઠા

જાહેરસભા- 3 ડીસા વિધાનસભા

સમય- બપોરે 3:30 વાગ્યે

સ્થળ- ડીસા, બનાસકાંઠા

જાહેર સભા 4: સાબરમતી વિધાનસભા

સમય: 05:30 PM

સ્થળ: સાબરમતી, અમદાવાદ

ગુજરાતના રણમાં કોંગ્રેસ અધ્યક્ષ પણ ચૂંટણી પ્રચારની કમાન સંભાળવા જઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 અને 28 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરશે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ 26 નવેમ્બરે અમદાવાદમાં જાહેર સભાને સંબોધશે અને બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. તેઓ 28મી નવેમ્બરે ગાંધીનગર નજીક જાહેરસભાને સંબોધશે.