×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત ચૂંટણી : આચાર સંહિતાના અમલ બાદ 16 દિવસમાં 21,704 કેસ કરાયા, 17,789 આરોપીની ધરપકડ

અમદાવાદ,તા.19 નવેમ્બર-2022, શનિવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમાં ત્રીજી નવેમ્બરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં પહેલી નવેમ્બરે પ્રથમ તબક્કાનું તો પાંચમી નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઈ છે અને આ આચાર સંહિતા ભંગ હેઠળ તા.3 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીમાં એટલે કે માત્ર 16 દિવસમાં કુલ 21,704 કેસ કરાયા છે. આ કેસ અંતર્ગત કુલ 17,789 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આચાર સંહિતા ભંગ બદલ કુલ રૂ.22,67,34,427નો મુદ્દામાલ જપ્ત કરાયો

ગુજરાત નશાબંધી અધિનિયમ-1949 અન્વયે રાજયમાં આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ માત્ર 16 દિવસમાં 21,704 કેસો કરવામાં આવેલ છે, જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં રૂપિયા 17,88,070નો દેશી દારૂ, રૂ.9,04,48.053નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા રૂપિયા 13,44,98,309 અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 22,67,34,427નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં ભરાયા

રાજ્યમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 હેઠળ 1,86,850 કેસો, ગુજરાત દારૂબંધી અધિનિયમ-1949 હેઠળ 18,763 કેસો, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 હેઠળ 61 કેસો તથા PASA એક્ટ-1985 હેઠળ 178 કેસો, એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરાયેલ છે.

29 કેસો નોંધી કુલ 61,57,05,184નો NDPS પદાર્થ જપ્ત કરાયો

રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 54,373 હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. રાજ્યમાં આર્મ્સ એક્ટ-1959 હેઠળ 51 ગેરકાયદેસર હથિયાર તથા 274 ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવેલ છે. રાજ્યમાં એનડીપીએસ એક્ટ-1985 હેઠળ કુલ 29 કેસો નોંધી કુલ 61,57,05,184નો 817.9679 કિ.ગ્રા.નો NDPS પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. 

SSTએ રૂ. 89,20,170નો, ફ્લાઈંગ સ્કવોડ્સે રૂ.55,93,890નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ, 546 સ્ટેટિક સર્વેલન્સ ટીમો (SST) તથા 546 ફ્લાઈંગ સ્કવોડ્સ કાર્યરત છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા રૂપિયા 55,470નો IMFL, રૂ.78,00,000ના ઘરેણાં તથા રૂ.10,64,700ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 89,20,170નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફ્લાઈંગ સ્કવોડ્સ દ્વારા 1,450 રૂપિયાનો IMFL, 48,34,440 રોકડ રૂપિયા તથા 7,58,000 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂપિયા 55,93,890નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા 2,02,42,940 રોકડ રૂપિયા, 2,30,23,565 રૂપિયાના ઘરેણાં, 61,57,05,184 રૂપિયાના NDPS પદાર્થો તથા 47,70,424 રૂપિયાની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 66,37,42,113નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.