પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન

પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન

મુંબઈ,તા.19 નવેમ્બર-2022, શનિવાર

હિન્દી ફિલ્મ જગતમાં એક દુઃખ સમાચાર સામે આવ્યા છે. પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. અભિનેત્રીનું 78 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ ગત સાંજે તેમને હાર્ટ એટેક આવતા નિધન થયું છે. તબસ્સુમ પોતાના શો ‘ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન’ માટે લોકપ્રિય બન્યા હતી.

કોણ હતા તબસ્સુમ

તબસ્સુમ (1944માં જન્મેલા કિરણ બાલા સચદેવ) એક ભારતીય અભિનેત્રી, ટોક શો હોસ્ટ અને યુટ્યુબર પણ હતા, જેમણે 1947માં બાળ કલાકાર બેબી તબસ્સુમ તરીકે   કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે   ભારતીય ટેલિવિઝનના પ્રથમ ટીવી ટોક શોના હોસ્ટ તરીકે ટેલિવિઝન કારકિર્દી બનાવી હતી, ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન જે1972 થી 1993 દરમિયાન દૂરદર્શન પર ટોક શો ચાલતો હતો જેમના તેઓ મુખ્ય હોસ્ટ હતા. જેમાં તેમણે ફિલ્મ અને ટીવી હસ્તીઓનો ઇન્ટરવ્યુ લીધા હતા.

Share: