×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હૈદરાબાદ : ગેસ લીક થતાં 25 વિદ્યાર્થીઓની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

હૈદરાબાદ,તા.18 નવેમ્બર-2022 શુક્રવાર

તેલંગાણામાં આવેલી કસ્તુરબા સરકારી કોલેજની લેબોરેટરીમાં કેમિકલ ગેસ લીક થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 25 વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ છે. આ છાત્રોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


વિદ્યાર્થીઓએ ચક્કર આવવા અને માથામાં દુખાનાની ફરિયાદ કરી રહ્યા હતા. જો કે હજુ સુધી જાણી શકાયું નથી કે કયો ગેસ લીક ​​થયો છે? આ ઘટનામાં તપાસ માટે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ તમામ વિદ્યાર્થીઓની હાલત સુધારા પર હોવાનું જણાતા તંત્રએ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.