×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાઈડનની મુશ્કેલી વધી!: ટ્રમ્પની પાર્ટીને યુએસ હાઉસમાં મળી બહુમતી

નવી દિલ્હી, તા. 17 નવેમ્બર 2022, ગુરૂવાર 

ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનએ ચૂંટણીમાં બુધવારના રોજ US હાઉસ પર કબ્જો કરી લીધો છે. રિપબ્લિકન પાર્ટી વોશિંગ્ટનમાં જરૂરી બહુમતીનો આંકડો મેળવીને સત્તા પર પાછી આવી છે. પરંતુ એક બહુમતનો આ આંકડો GOP નેતાઓ માટે ઘણા પડકારોને રજૂ કરશે અને પાર્ટીની શાસન કરવાની ક્ષમતાને પણ જટિલ બનાવશે. 

સ્પષ્ટ આંકડાઓ સપ્તાહમાં સામે આવશે.

ચૂંટણી થઈ તે પછીના એક સપ્તાહથી પણ વધુ સમય બાદ રિપબ્લિકન પાર્ટીએ ડેમોક્રેટિક પાર્ટી પાસેથી યુએસ હાઉસનું નિયંત્રણ મેળવવા માટે જરૂરી 218મી બેઠક મેળવી લીધી છે. જો કે પાર્ટીના બહુમતનો સંપૂર્ણ આંકડો કેટલાક દિવસો અથવા સપ્તાહો સુધી સ્પષ્ટ થઈ શકશે નહીં, કારણ કે જોરદાર હરિફાઈમાં હજુ પણ મતોની ગણતરી હજુ પણ કરવામાં આવી રહી છે. 

21મી સદીમાં રિપબ્લિકનનો સૌથી ઓછો બહુમતીનો આંકડો

એવું માનવામાં આવી રહ્યું થે રિપબ્લિકન એક સાથે મળીને કામ કરવાના તેના માર્ગ પર છે. આ 21મી સદીમાં પાર્ટીની સૌથી નાની બહુમતી હોઈ શકે છે. વર્ષ 2001માં રિપબ્લિકન પાસે બે અપક્ષો સાથે 221-212 માત્ર નવ બેઠકોની બહુમતી હતી. યુએસ મિડ ટર્મ ચૂંટણીમાં 218 સીટો રિપબ્લિકનની મોટી જીતની આગાહી કરતા ખૂબ જ ઓછી છે. કેપિટલ હિલ પર એજન્ડા ફરીથી સેટ કરવા માટે પાર્ટી આર્થિક પડકારો અને બાઈડેનની ઘટતી લોકપ્રિયતાનો લાભ લેશે તેવી અપેક્ષા હતી. 

કેવિન મેકકાર્થીનો સ્પીકર બનવાની યોજના મુશ્કેલીમાં

તેનાથી વિપરિત, ડેમોક્રેટસે આશ્ચર્યજનક પુનરાગમ કર્યું, વર્જિનિયાથી મિનેસોટા અને કેન્સાસ સુધીના સબ અર્બન જિલ્લાઓ પર કબ્જો કરી લીધો છે. પરંતુ આ પરિણામ હાઉસ GOP નેતા કેવિન મેકકાર્થીની સ્પીકર બનવાની યોજનાને જટિલ બનાવી શકે છે કારણ કે, કેટલાક કન્ઝર્વેટિવ સભ્યોએ તેમને સમર્થન પર પ્રશ્નો કર્યા છે અને કેટલાકે તેમના સમર્થન પર શરતો મૂકી છે.