×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈન્ડોનેશિયા G20 સમિટ પૂર્ણ : હવે ભારતને મળ્યું પ્રમુખપદ


PMએ કહ્યું- G20ને વૈશ્વિક પરિવર્તનનું માધ્યમ બનાવશે

બાલી, તા. 16 નવેમ્બર 2022 બુધવાર

આજે G20 સમિટનો બીજો અને છેલ્લો દિવસ છે. આ દરમિયાન ઈન્ડોનેશિયાએ G20ની અધ્યક્ષતા ભારતને સોંપી. ભારત 1 ડિસેમ્બરથી નવી દિલ્હીમાં G-20 જૂથના નેતાઓની સમિટનું આયોજન કરશે. ડિસેમ્બર 2022માં ઉદયપુરમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રાજસ્થાનના ત્રણ શહેરો આ વખતે આ ટીમની યજમાની કરશે. જયપુરની સાથે ઉદયપુર અને જોધપુરમાં પણ કોન્ફરન્સ થશે.


આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારતનું G20 પ્રેસિડન્સી સમાવિષ્ટ અને મહત્વાકાંક્ષી હશે. આગામી વર્ષમાં, અમારો પ્રયાસ રહેશે કે G20 સામૂહિક કાર્યવાહીને વેગ આપવા વૈશ્વિક મુખ્ય પ્રેરક તરીકે સેવા આપે. વિશ્વને જી20 પાસેથી આશા છે. સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. ભારત 1 ડિસેમ્બરથી G20ની અધ્યક્ષતા કરશે.


ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ચર્ચા

ડીજીટલ ટ્રાન્સફોર્મેશન પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું - ઘણા ટેક ઈનોવેશન આપણા યુગના મોટા પરિવર્તનનો એક ભાગ બની ગયા છે. ટેકનોલોજીએ ગરીબી સામે લડવામાં ઘણી મદદ કરી છે. આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં ડિજિટલ સોલ્યુશન્સ મદદરૂપ સાબિત થઈ શકે છે.

પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી



G20 સમાપન સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. આ દરમિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પણ વાતચીત થઈ હતી.

G20 નેતાઓ મેંગ્રોવ ફોરેસ્ટની મુલાકાત લીધી

પીએમ મોદી સહિત જી-20માં સામેલ તમામ નેતાઓ બાલીના મેંગ્રોવ ફોરેસ્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન, G20 નેતાઓએ મેન્ગ્રોવ ફોરેસ્ટમાં આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરવા માટે વૃક્ષારોપણ કર્યું હતું. તાજેતરના સમયમાં જળવાયુ પરિવર્તન ખૂબ જ ગંભીર સમસ્યા તરીકે ઉભરી આવ્યું છે. 2022 માં, ઇંગ્લેન્ડ અને સમગ્ર યુરોપમાં લોકો ગરમીથી પરેશાન હતા. પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારતમાં પ્રથમ હીટવેવથી પાકને નુકસાન થયું હતું. અમેરિકામાં પણ કાળઝાળ ગરમીના કારણે જંગલોમાં આગ લાગી હતી તો બીજી તરફ વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ બધા પાછળ ક્લાઈમેટ ચેન્જ હોવાનું માનવામાં આવે છે.