ટિકીટ ન આપતા નારાજ કાંધલ જાડેજાએ NCPમાંથી આપ્યું રાજીનામુ

ટિકીટ ન આપતા નારાજ કાંધલ જાડેજાએ NCPમાંથી આપ્યું રાજીનામુ

– કાંધલ જાડેજા 2012માં NCPમાં જોડાયા હતા

અમદાવાદ, તા. 14 નવેમ્બર 2022, સોમવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકી પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં અનેક ઉમેદવારોની ટિકીટને લઈને નારાજગી પણ સામે આવી રહી છે. ત્યારે વધુ એક નારાજ ઉમેદવાર કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામુ ધરી દીધુ છે. NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા કાંધલ જાડેજા નારાજ હતા. કાંધલ જાડેજા છેલ્લા 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય હતા. કાંધલ જાડેજા 2012માં NCPમાં જોડાયા હતા. 

ભાજપે અગાઉ 166 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી છે. કુતિયાણા વિધાનસભા બેઠક પર ‘ગોડમધર’ના પુત્રનું રાજ છે. કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતું આ વખતે એનસીપીએ ટિકીટ ન આપતા કાંધલ જાડેજાએ રાજીનામું ધરી દીધુ છે. હવે કાંધલ જાડેજા કાર્યકરો સાથે બેઠક કરીને આગળની રણનીતિ નક્કી કરશે.

Share: