Live T20 WorldCup Final : ઈંગ્લેન્ડની પહેલી જ ઓવરમાં 1 વિકેટ પડી, એલેક્સ ક્લિનબોલ્ડ

Live T20 WorldCup Final : ઈંગ્લેન્ડની પહેલી જ ઓવરમાં 1 વિકેટ પડી, એલેક્સ ક્લિનબોલ્ડ

મેલબોર્ન, તા.13 નવેમ્બર 2022, રવિવાર

ટી20 વર્લ્ડકપ 2022ના ફાઈનલ મેચમાં આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહી છે. મેચ અગાઉ બંને દેશના સુકાનીઓ વચ્ચે ટોસ ઉછાડાયો હતો, જેમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતી પાકિસ્તાનને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

પાકિસ્તાનની ટીમમાં સુકાની બાબર આઝમ, વિકેટ કીપર મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, હરીસ રઉફ, શાહીન આફ્રિદી, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, હૈદર અલી, આસિફ અલીનો સમાવેશ થાય છે.

ઇંગ્લેન્ડની ટીમમાં કેપ્ટન અને વિકેટકીપર જોસ બટલર, એલેક્સ હેલ્સ, ફિલિપ સોલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરાન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન, આદિલ રશીદ, ડેવિડ વિલી, ડેવિડ મલાન, ટાઇમલ મિલ્સ, માર્ક વુડનો સમાવેશ થાય છે.

Share: