×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Gujarat Election: ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફી, કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો


- 500 રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર અપાશે

અમદાવાદ, તા. 12 નવેમ્બર 2022, શનિવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારો અને રાજયના પ્રજાજનોને લોભામણી જાહેરાતો અને વચનો આપતો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. રઘુ શર્મા, શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ‘બનશે જનતાની સરકાર’ના નામે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે.

મેનિફેસ્ટોની મુખ્ય વાતો

- 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ

- મફતના સ્થાને અધિકારો પર ભાર

- સ્થાનિક રોજગારી ઉભી કરવા પર ભાર

- 300 યુનિટ ફ્રી વીજળી

- ખેડૂતોને 10 કલાક ફ્રી વીજળી

- વર્ષે 25 હજારનો ફાયદો કરાવવાનો વાયદો

- વધુમાં વધુ રોજગારી આપવાનું વચન

- 500 રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર અપાશે

- સૈન્ય એકેડેમી ખોલશે

- સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 50% અનામત

- કેજીથી પીજી સુધી શૈક્ષણિક ખર્ચ માટે 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ

- સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવા માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા

- ખેત પેદાશના પોષણક્ષણ ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિ

- કામધેનુ ગૌસંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ 1 હજાર કરોડનું બજેટ

- માછીમારો માટે માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના કરાશે

- શ્રમિકોને સમાનકામ અને સમાન વેતનનો લાભ મળશે

- પીએફ, ઈએસઆઈ અને બોનસલનો લાભ અપાશે

- શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના નામનુ મળશે ઘરનું ઘર

- પંચાયતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરાશે

- સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં 10 લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે

- બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ. 3000 સુધીનું બેકારી ભથ્થું મળશે

- ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ લેબર કે આઉટસોર્સિંગના બદલે કાયમી નોકરી

- છેલ્લા દસ વર્ષ કે તેનાથી વધારે સમયથી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ પગાર પર કામ કરનારાઓને કાયમી કરાશે  

- સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિને રોકવા અને આરોપીઓ માટે વિશેષ ‘ભરતી ભ્રષ્ટાચાર નિવારણ કાયદો’ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના

- નિયમિત ધોરણે ભરતીની પ્રક્રિયા માટે ભરતી કેલેન્ડર અને તેનો ચોકસાઈ ભર્યો અમલ 

- સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોને ફ્રી બસ પાસ તથા રહેવાની વ્યવસ્થા 

- ફિલ્ડ માર્શલ ‘સેમ માણેકશા મિલિટ્રી એકેડમી’ ની રચના, જેમાં ગુજરાતના યુવક – યુવતીઓને લશ્કરમાં ભરતી માટે તૈયારી અને માર્ગદર્શન

-  ‘વિશ્વકર્મા હુનર નિર્માણ યોજના’ - વારસાગત હુનર ધરાવનાર સમાજોના યુવાનોને કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહનો અને આર્થિક સહાય. 

- દરેક શહેર, તાલુકા મથકે પરંપરાગત કારીગરોને સ્વરોજગારી માટે જીઆઈડીસી વસાહતોનું નિર્માણ

- સેવા આપનાર અને સેવા વાપરનાર તેમજ નોકરી આપનાર અને નોકરીના અરજદાર વચ્ચે સીધા સંપર્ક માટે ઈ - પોર્ટલ ની સ્થાપના 

- જાતિ આધારિત વસતી ગણતરી અન કાયમી અનામત આયોગની રચના

- સંતુલિત ઔદ્યોગિક નીતિ

- મોટેરા સ્ટેડિયમનું નામ ફરી સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ કરાશે

- સ્થાનિક સિરામિક ઉદ્યોગ, એન્જિનિયિંગ ઉદ્યોગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર

- પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવીશું

- બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર

- બારમાસી બંદરોનો વિકાસ

- લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય આપવામાં આવશે

- પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે

-  કોંગ્રેસના શાસનનમાં મહાનગરપાલિકાઓમાં ઝૂંપડાવાસી અને ગરીબોને આગામી પાંચ વર્ષમાંમકાનો પૂરા પાડવા ‘ઘરનું ઘર’ યોજના શરૂ કરાશે. પાંચ વર્ષમાં 25 લાખ મકાનોનું નિર્માણ