ભાજપની બેઠકમાં ગુજરાત મુદ્દે તડાફડી, મોદી નેતાઓથી નારાજભાજપની બેઠકમાં ગુજરાત મુદ્દે તડાફડી
નવીદિલ્હી, તા.૧૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા મળેલી ભાજપ સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠકમાં ભારે તડાફડી થઈ હોવાના અહેવાલ છે. નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરીને નેતાઓને શાંત પાડવા પડયા હોવાનો સૂત્રોનો દાવો છે. મોદી આ ઘટનાક્રમથી અત્યંત નારાજ હોવાનું કહેવાય છે.
ગુજરાત ભાજપમાં ભારે આંતરિક જૂથબંધી છે. આ જૂથના નેતાઓએ પોતપોતાના માણસોને ટિકિટો અપાવવા માટે ઉગ્ર રજૂઆતો કરતાં બેઠકમાં ભારે ગરમી થઈ ગઈ હતી. મોદીએ નેતાઓને ટપારીને જૂથબંધીના બદલે જીતી શકે એવા ઉમેદવારોની જ તરફેણ કરવાની રજૂઆત કરી હતી. મોદીએ નેતાઓને આકરા શબ્દોમાં ભાજપને જીતાડવાના લક્ષ્ય સાથે જ કામે લાગવા પણ સૂચના આપી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. ભાજપે બુધવારથી તમામ બેઠકો પરના ઉમેદવારો નક્કી કરવાની ક્વાયત આદરી છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી સત્તામાં છે. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ભાજપનો જંગ હોવાથી ભાજપ માટે આ જંગ પ્રતિષ્ઠાનો છે. મોદીનું વતન હોવાથી પણ ભાજપ માટે આ જંગ મહત્વનો છે.
ભાજપને ભિડાવવા મમતા મતુઆ કાર્ડ ઉતર્યાં
મમતા બેનરજીએ બંગાળમાં મતુઆ કાર્ડ ખેલતાં ભાજપમાં ચિંતા છે. ભાજપે મતુઆ સમુદાયનાં લોકોને ભારતની નાગરિકતાનું વચન આપીને છેલ્લી લોકસભા ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. જો કે હજુ સુધી સીએએનો અમલ કરીને મતુઆ સમુદાયને નાગરિકતા અપાઈ નથી. મમતાએ તેનો લાભ લઈને હુંકાર કર્યો છે કે, હું મારો જીવ આપી દઈશ, પરંતુ કોઈની નાગરિકતા નહીં જવા દઉં. ભાજપ ચૂંટણી વખતે સીએએને મુદ્દો બનાવે છે પણ મતુઆ સમુદાય માટે ભાજપે આજ સુધી કઈ કર્યું નથી.
મમતાએ એલાન કર્યું કે, મતુઆ સમુદાયનાં લોકો ભારતમાં નાગરિક છે અને એ લોકો દેશના નાગરિક ના ગણાતા હોય તો હું પણ ભારતની નાગરિક નથી.
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાવાની છે. તેને અનુલક્ષીને ભાજપે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલને મતુઆ સમુદાયના વાર્ષિક સંમેલનમાં મોકલ્યા હતા. સંમેલનમાં મતુઆ સમુદાયનાં લોકોને હજુ સુધી કેમ નાગરિકતા અપાઈ નથી એ મુદ્દે ભારે પસ્તાળ પડતાં મેઘવાલે સીએએ હેઠળ નાગરિકતા આપવાનું વચન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે, મોદી સરકાર ડિસેમ્બરમાં સમગ્ર દેશમાં સીએએ લાગુ કરી શકે છે.
ડીએ એરીયર્સ ચૂકવી કર્મચારીઓને ખુશ કરાશે
મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કરી દેવા ૧૮ મહિનાથી લટકેલું મોંધવારી ભથ્થા (ડીએ)નું એરિયર્સ ટૂંક સમયમાં આપી દેશે. સરકારનાં સૂત્રોનો દાવો છે કે, કેબિનેટની હવે પછી મળનારી બેઠકમાં ડી.એ.નું એરિયર આપવાનો નિર્ણય લેવાઈ જશે. કર્મચારી અને પેશનર્સ યુનિયનના પ્રતિનિધિઓ સાથેની શ્રમ મંત્રાલયના અધિકારીઓની બેઠકમાં બાકી એરીયર્સ જલદી ચૂકવવાની ખાતરી અપાઈ હોવાનો દાવો છે.
ડી.એ. એરિયર્સ ચૂકવવાની માગ સાથે કર્મચારીઓએ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે આ કર્મચારીઓનો હક છે, તેને ફ્રીજ કરી શકાય છે પરંતુ રોકી શકાય નહી.
શ્રમ મંત્રાલયના અધિકારીઓએ આ દરખાસ્ત નાણાં મંત્રાલયને મોકલી છે પણ નાણા મંત્રાલયે કોઈ નિર્ણય ના લેતાં મામલો અટક્યો છે પણ મોદી એરીયર્સ ચૂકવવાની તરફેણમાં છે. આ કારણે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલદી જાહેરાત કરવામાં આવશે. કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૦થી જૂન ૨૦૨૧ના ૧૮ મહિનાના એરીયર્સનાં નાણાં ત્રણ હપ્તામાં આપવામાં આવશે. અત્યારે કર્મચારીઓને ૩૮ ટકા ડીએ મળી રહ્યું છે. જાન્યુઆરી ૨૦૨૩માં ડીએમાં ફરીથી વધારો થશે.
બાબરી ધ્વંશ કેસમાં ભાજપના નેતાઓને રાહત
બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં લાલકૃષ્ણ અડવાણી સહિતનાં અન્ય નેતાઓને નિર્દોષ જાહેર કરવા સામે થયેલી અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દેતાં ભાજપના નેતાઓને રાહત થઈ છે. અયોધ્યાનાં બે મુસ્લિમ નાગરિકે ભાજપના નેતાઓને નિર્દોષ છોડી દેવાના સીબીઆઈ કોર્ટના ચુકાદાને પડકારીને હાઇકોર્ટમાં અરજી કરી હતી.
સીબીઆઇની વિશેષ કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત ૩૨ લોકોને નિર્દોષ છોડયા હતા. આ ચુકાદાને પડકારીને અયોધ્યાના બે નાગરિકે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરીને દાવો કરેલો કે, બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યારે પોતે ત્યાં હાજર હતાં. તેમનાં ઘરોને પણ નુક્સાન પહોંચ્યું હતું. આ કેસમાં આરોપીઓને સજા અપાવવાના બદલે એજન્સીઓએ આરોપીઓને બચાવવા કામ કર્યું છે. સરકાર દ્વારા પીડિત પરિવારોને કોઇ મદદ કરવામાં આવી નથી.
સીબીઆઇ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, બાબરી મસ્જિદને તોડી પાડવા માટે કોઇ પણ ષડયંત્ર નહોતું રચાયું. આ આધાર પર અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના નેતાઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં.
રાઉતને જામીન, કોર્ટે ઈડીને ઝાટકી નાંખી
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને જામીન આપતી વખતે પીએમએલએ કોર્ટે ઈડીની આકરી ઝાટકણી કાઢતાં શિવસેનાનું ઉધ્ધવ જૂથ ગેલમાં છે. પીએમએલએ કોર્ટે સંજય રાઉતની સાથે સાથે પ્રવીણ રાઉતને પણ જામીન આપ્યા છે. પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં ઈડીએ ઓગસ્ટમાં રાઉતની ધરપકડ કરી હતી પણ કોર્ટે ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે.
કોર્ટે રાઉતની ધરપકડને વિચ હંટ પણ ગણાવતાં કેન્દ્રીય એજન્સીઓના સરકાર દ્વારા દુરૂપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપોને સમર્થન મળ્યું છે એવું વિપક્ષના નેતા માને છે. કોર્ટે ટીપ્પણી કરી કે, સંપત્તિને લગચા દીવાની વિવાદને મની લોન્ડરિંગ કે આર્થિક અપરાધમાં ખપાવી દેવાય તેનો બચાવ થઈ શકે તેમ નથી.
ઈડીનો દાવો છે કે, પાત્રા ચાલ જમીન કૌભાંડ ૧૦૩૯ કરોડ રૂપિયાનું છે. આ કેસમાં ઈડીએ રાઉત સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધીને સંજય રાઉતના ઘરમાં તપાસ ૧૧.૫ લાખ રૂપિયા જપ્ત પણ કર્યા હતા. ઈડીએએ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉત અને તેમની નજીકનાં લોકોની ૧૧.૧૫ કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.
નીતિશના સાથીનો બફાટ, ક્વાર્ટર પીવામાં ખોટું નથી....
બિહારમાં દારૂબંધીના મુદ્દે નીતિશ કુમાર સરકાર પર પસ્તાળ પડી રહી છે ત્યારે જીતનરામ માંઝીએ મોરચો માંડયો છે. જીતનરામ માંઝીએ શરાબ સેવનને યોગ્ય ઠેરવતાં માગણી કરી છે કે, બિહારમાં કે, એકસો પચાસ ગ્રામ અથવા અઢીસો ગ્રામ દારૂ પીનારાઓને પકડવામાં ન આવે એવો આદેશ અપાવો જોઈએ.
દારૂબંધીની સમીક્ષાની માંગ કરતા જીતનરામ માંઝીએ કહ્યું કે, પોલીસ બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરીને લોકોની તપાસ કરે છે પણ એ તો એક મશીન છે. ? ક્યારેક મશીન પણ ખોટું બોલે છે ને તેના કારણે નિર્દોષ લોકો પણ પકડાય છે. દારૂબંધીના કારણે ક્વાર્ટર દારૂ પીવાના કારણે ઘણા ગરીબ લોકો જેલમાં છે. આ ખોટું છે અને તેની સમીક્ષા થવી જોઈએ. દારૂબંધીને કારણે દાણચોરો અમીર થઈ રહ્યા છે અને ગરીબો જેલમાં જઈ રહ્યા છે. આ ગરીબ લોકો સાથે અન્યાય છે.
જીતનરામ માંઝીની પાર્ટી મહાગઠબંધન સરકારમાં છે. તેમના પુત્ર સંતોષ કુમાર સુમન નીતીશ સરકારમાં મંત્રી છે ત્યારે માંઝીએ સવાલ ઉઠાવીને નીતિશને ભીંસમા મૂક્યા છે.
***
કર્ણાટક પોલીસમાં ટ્રાન્સજેન્ડર માટે અનામત
કર્ણાટકે એના પોલીસકર્મીઓની નિમણૂકમાં ત્રીજી (વ્યંઢળ) જાતિ માટે અનામત સ્થાનોની જોગવાઇની ઘોષણા કરી છે. આમ કરનારૂં સંભવતઃ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાાનેન્દ્રે જણાવ્યું કે ૩૪૮૪ પોલીસ કોન્સ્ટેબલની નિમણૂકની પ્રક્રિયા શરૂ થઇ છે જે પૈકીના ૭૯ સ્થાનો પર 'પુરૂષ ત્રીજી જાતિ'ના સભ્યો માટે અનામત રખાયા છે. મંત્રીની આવી ઘોષણાની વિલક્ષણ અભિવ્યક્તિએ ઉપસ્થિત સહુને ગૂંચવાડામાં નાખી દીધા. મંત્રીએ જ્યારે ટ્રાન્સજેન્ડર શબ્દપ્રયોગ સાથે સ્પષ્ટતા કરી ત્યારે વસ્તુસ્થિતિ સમજાઇ ગઇ. ટ્રાન્સજેન્ડર કાર્યકરોએ કર્ણાટક સરકારના પગલાંને આવકાર્યું છે. સાથે જ પ્રશ્ન પૂછાઇ રહ્યો છે કે શું દેશના અન્ય રાજ્યો કર્ણાટકને અનુસરશે? કાર્યકરોએ, ટ્રાન્સજેન્ડર-જૂથ પ્રત્યે હમેશાં પક્ષપાત થતો હોવાથી અન્ય રાજ્યો કર્ણાટકને પગલે આગળ વધે એવો આશાવાદ સેવ્યો છે.
રાહુલ અને પૂર્વજોએ સંઘને ધિક્કાર્યો છે
૨૦૧૬ સુધી આરએસએસના સ્વયંસેવકોનો ગણવેશ સફેદ શર્ટ અને ખાખી ચડ્ડી રહ્યો. '૧૬માં એના સ્થાને ગાઢ એવા બદામી રંગનું પેન્ટ આવ્યું. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની વર્તમાન ભારત જોડો યાત્રાના ભાગરૂપે કોંગ્રેસે સળગતી ખાખી ચડ્ડીનું ચિત્ર પોસ્ટ કર્યું છે. સાથે સંદેશો લખાયો છે: દેશને નફરતની ચુંગાલમાંથી મુક્ત કરવો તેમજ ભાજપ-આરએસએસ દ્વારા થયેલા નુકસાનની અસરને નાબૂદ કરવી. ધીમે-ધીમે આપણે આપણી મંઝિલે પહોંચીશું. આરએસએસના સહમહામંત્રી મનમોહન વૈદ્યે કોંગ્રેસી આ નુકતેચીનીના પ્રતિભાવમાં જણાવ્યું કે રાહુલ ગાંધી અને એમના દાદા-પરદાદાએ દીર્ધ સમયગાળા સુધી આરએસએસ પ્રત્યે નફરતને પાળી - પોષી છે.
ભારત જોડો યાત્રાનો વિરોધ નહિ: કેરળના માર્કસવાદી-મંત્રી
૧૮ દિવસ સુધી કેરળનો પ્રવાસ ખેડતી રહેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઉત્તરપ્રદેશને બે જ દિવસમાં 'માપી' લેવાની છે. આ મુદ્દે સીપીઆઇ- એમે કોંગ્રેસ અને રાહુલ પર વ્યંગ-બાણ છોડયા એના એક દિવસ પછી કોંગ્રેસી નેતા જયરામ રમેશે માર્કસવાદીઓને વળતો ફટકો મારતા જણાવ્યું કે મુન્ડુ મોદીની ભૂમિ પર ડાબેરી પક્ષ (સીપીઆઇએમ)એ ભાજપની 'એ' ટીમ છે. જો કે સીપીઆઇ-એમના કેરળ પ્રદેશનામંત્રી એમ.વી. ગોવિંદને મંગળવારે થિરુવનંતપુરમમાં પત્રકારોને કહ્યું કે માર્કસવાદી પક્ષ ભારત જોડો યાત્રા અથવા એની સાથે સંલગ્ન કોઇપણ લોકતાંત્રિક પ્રક્રિયાનો વિરોધી નથી. સીપીઆઇ-એમ પાસે યાત્રાના વિરોધનું કોઇ કારણ નથી, પરંતુ જો અમારાં પક્ષની ગેરવ્યાજબી ટીકા અથવા કડવી ટિપ્પણી કરાશે તો એનો જવાબ અપાશે, એમ ગોવિંદને ઉમેર્યું.
મારાં ફોન ટેપ કરાય છે: તેલંગાણાના ગવર્નર
તેલંગાણાના રાજ્યપાલ ડો. તામિલિસાઇ સૌંદરારાજને બુધવારે રાજ્યની ટીઆરએસ (તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ) સરકાર એમના ફોન ટેપ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. એમણે રાજ્યમાં બિનલોકતાંત્રિક વાતાવરણ પ્રવર્તતું હોવાનું પણ જણાવ્યું. રાજ્યપાલે કહ્યું કે તાજેતરમાં ઓલ યુનિવર્સિટી સ્ટુડન્ટસ જોઇન્ટ એકશન કમિટીએ રાજભવનની સામે આંદોલન કરવાની આપેલી ધમકી રાજકારણપ્રેરિત છે. ધારાસભ્યને ફોડવાનો કેસ પ્રકાશમાં આવ્યો એ પછી જ ટીઆરએસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એ કેસમાં રાજભવનની સંડોવણી હોવાની વાત કરવામાં આવી. એ ટ્વિટમાં રાજભવન અને તુષારના કરાયેલા ઉલ્લેખથી પોતાના ફોન ટેપ થતા હોવાની શંકા જાગે છે એમ રાજ્યપાલે ઉમેર્યું.
લાંચ લેતા પકડાયેલાં મહિલા રજિસ્ટ્રી-કલાર્ક
પંજાબના ડેરાબાસ્સિ તાલુકાના અડ્ડા ઝુન્જિઆન ગામના હરસિમરન સિંઘ નામના ગ્રામીણે રાજ્યના મુખ્યમંત્રીની ભ્રષ્ટાચારવિરોધી (એન્ટીકરપ્શન) હેલ્પલાઇન પર પંજાબના એસએએસ નગરની ઝિરાકપુર તાલુકા ઓફિસે ફરજ બજાવતાં ગુરમીત કૌર નામના રજિસ્ટ્રી કલાર્કે હરસિમરન સિંઘના પાવર ઓફ એટર્નીની નોંધણી કરવા માટે પોતાની પાસેથી ૨૦,૦૦૦ રૂપિયાની લાંચ લીધી હોવાની ફરિયાદ કરી. આ ફરિયાદ પરથી રજિસ્ટ્રી કલાર્ક સામે કેસ નોંધાયો અને તપાસ કરવામાં આવી, જેમાં ફરિયાદ સાચી જણાઇ એટલે કે રજિસ્ટ્રી કલાર્કે ફરિયાદીના પાવર ઓફ એટર્નીની નોંધણી માટે ફરિયાદી પાસેથી ૨૦,૦૦૦ રૂપિયા લાંચપેટે સ્વીકાર્યા છે. આથી રાજ્યના સતર્કતા બ્યુરો (વિજિલન્સ બ્યુરો)એ ઉપરોક્ત મહિલા રજિસ્ટ્રી કલાર્કને બુધવારે અટક કર્યાં છે.
- ઇન્દર સાહની
ભાજપની બેઠકમાં ગુજરાત મુદ્દે તડાફડી