×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનના PMએ ભારતના હારની મજાક ઉડાવી, ભારતીય ક્રિકેટ ચાહકોએ પણ આપ્યો જડબાતોડ જવાબ

અમદાવાદ,તા.10 નવેમ્બર, 2022, ગુરૂવાર

ટી20 વર્લ્ડકપ 2022માં ભારતની સફર સમાપ્ત થઈ ગઈ છે. આજે ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે હાર્યા બાદ ભારતનું ટી20 વર્લ્ડકપ રમવાનું સપનું સમાપ્ત થઈ ગયું છે. હવે વર્લ્ડકપની ફાઈનલ મેચ 13 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ભારતની હાર થતા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે મજાક ઉડાવી પ્રતિક્રિયા આપી છે.

પાક. PMએ ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ભારતની હાર થતા ટ્વિટ કર્યું અને રવિવારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની ફાઈનલ મેચ અંગેની વાત પણ કહી. જોકે ટ્વિટ દ્વારા તેમણે ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરવાનો પ્રયાસ કરતા ભારતીય ક્રિકેટ ચાહકોએ ગુસ્સે થઈ તેનો જવાબ પણ આપ્યો હતો.

શાહબાદ શરીફે ટ્વિટમાં કટાક્ષ કર્યો

શાહબાઝ શરીફે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, રવિવારે 152/0 વિ. 170/0ની ફાઇનલ મેચ યોજાશે. તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ભારત ગુરુવારે ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારી ગયું હતું. આ સ્થિતિમાં ઈંગ્લેન્ડનો સ્કોર 170/0 હતો. જ્યારે છેલ્લા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું, તે સમયે પાકિસ્તાનનો સ્કોર 152/0 હતો. શાહબાઝ શરીફે આ જ વાતનો કટાક્ષ સાથે ઉલ્લેખ કર્યો હતો.

શાહબાઝ શરીફના ટ્વીટ પર ક્રિકેટ ચાહકો ભડક્યા

પાકિસ્તાની વડાપ્રધાનના આવા ટ્વીટનો ભારતીય યુઝર્સે જડબાતોડ જવાબ આપ્યો હતો. કેટલાક યુઝર્સે લખ્યું કે તમે કોને સપોર્ટ કરશો, કારણ કે તમારા પૈસા માત્ર ઈંગ્લેન્ડમાં જ ઈન્વેસ્ટ કરવામાં આવ્યા છે. કેટલાક ટ્વિટર યુઝર્સે લખ્યું કે તમે પાકિસ્તાનના વડાપ્રધાન છો કે પાકિસ્તાનના પ્રાઈમ કોમેડિયન? ભારતીય યુઝર્સે શાહબાઝ શરીફને 1971ના યુદ્ધની યાદ પણ અપાવી અને કહ્યું કે તમારો રેકોર્ડ 93000/0 હતો. માત્ર ભારતીય યુઝર્સ જ નહીં પરંતુ પાકિસ્તાની યુઝર્સે પણ શાહબાઝ શરીફને ટ્રોલ કર્યા અને લખ્યું કે વર્લ્ડ કપ સિવાય દેશ પર પણ ધ્યાન આપો.

પાકિસ્તાની ક્રિકેટર્સે શું કહ્યું ?

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું કે ભારત માટે આ શરમજનક હાર છે, આટલી ખરાબ બોલિંગ કરીને હારવું શરમજનક છે. હવે મેલબોર્નમાં યોજાનારી ફાઇનલમાં આપણી મુલાકાત નહીં થાય.