×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોહન રાઠવા પછી તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ પણ ભાજપમાં


અમદાવાદ : ચૂંટણી માટે ઉમેદવારી પત્રક સ્વીકારવામાં આવી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે. આજે સાંજે ગુજરાત વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોમાં સૌથી વરિષ્ઠ મોહન રાઠવાના રાજીનામાં બાદ હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તાલાલા બેઠક ઉપરથી જીતેલા ભગવાનભાઈ બારડે હવે પોતાનું રાજીનામું આપી દીધું છે અને બુધવારે સવારે કમલમમાં વિધિવત રીતે ભાજપમાં ભગવાનભાઈ બારડ જોડવા જઈ રહ્યા છે. એક તરફ, ચૂંટણી પ્રચારમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામે દિગ્ગજ નેતાઓની દેખીતી ગેરહાજરી વચ્ચે નબળી પડી રહેલી કોંગ્રેસ હવે પોતાના નેતાઓ પણ ગુમાવી રહી છે. 

અગાઉ, ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે પંજાનો હાથ છોડવાનો નિર્ણય કર્યો છે. ઐતિહાસિક રેકોર્ડ ધરાવતા કોંગ્રેસના છોટા ઉદેપુરના વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

માત્ર કોંગેસના સભ્ય પદ પરથી જ રાજીનામું આપીને કોંગ્રેસમાં ગયેલા રાઠવાએ કેસરિયો ધારણ કરતા કહ્યું કે, મને કોંગ્રેસે ટિકિટ આપવાની ના પાડી જ નથી. કોઈપણ પક્ષ કે નેતા સાથે દ્રેષ નથી. આ નિર્ણય મે લીધો છે. દીકરાની લાગણી હતી એટલે ભાજપમાં જોડાયા છીએ. ભાજપવાળા તો ૧૦૦% અમને ટિકિટ આપવાના જ છે.

રાઠવાએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને પક્ષના તમામ પદેથી અને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું મોકલાવ્યું છે. મોહનસિંહ રાઠવા ગુજરાત કોંગ્રેસના ટોચના દિગ્ગજ નેતા કહેવાય છે. રાઠવા છેલ્લા 55 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર રહ્યાં છે અને અચાનક આ રાજીનામું અનેક સવાલો ઉભા કરી જાય છે.