×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગોકુળથી આરંભ થયેલ અન્નકૂટની પરંપરા ફ્લોરિડા પહોંચી

ફ્લોરિડા, 8 નવેમ્બર 2022,મંગળવારભારતમાં તહેવારો સમયે પાળવામાં આવતા રિવાજો અને પરંપરાઓ સાથે કેટલીક લોકકથાઓ સંકળાયેલી છે. નૂતન વર્ષના દિવસે ગોકુળમાં ગોવર્ધન પર્વતની પૂજા તેમજ અન્નકૂટની પરંપરા શ્રી કૃષ્ણના સમયથી ચાલી આવી રહી છે. કેહવાય છે કે તે સમયે ચોમાસા દરમિયાન તૈયાર થયેલ નવો પાક અનાજના રૂપમાં ઘરે આવે એટલે તેની અલગ અલગ વાનગીઓ બનાવી ભગવાનને ધરવામાં આવતી હતી અને પછી ગોકુળવાસીઓ તે વાનગીઓને પ્રસાદરૂપ ગ્રહણ કરતા હતા. ગુજરાતમાં નૂતન વર્ષના દિવસે મંદિરમાં કૃષ્ણ ભગવાનને અન્નકૂટ ધરવામાં આવે છે, પરંતુ ગોકુળની આ પરંપરા અમેરિકાના ફ્લોરિડા સુધી પહોંચી ગઈ છે. ફ્લોરિડા રાજ્યના મેલબોર્ન શહેર ખાતે આવેલ માનવમંદિરમાં દીપોત્સવ તેમજ નવા વર્ષના આગમન નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણને ભારતીય પરંપરા અનુસાર ૫૬ ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ રસિકભાઈ શાહ, સ્મિતાબેન પટેલ સહિત અન્ય કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. ઉપરાંત મેલબોર્ન સ્થિત મંદિરમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી પરંપરાગત રીતે દિવાળી તથા ગુજરાતી નૂતન વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી.નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.સંપર્ક: gsns.global@gmail.comMo.No. +91-8799236060