×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સેમીફાઈનલ પહેલા નેટ પ્રેક્ટિસ દરમિયાન 'હિટમેન' થયો ઈજાગ્રસ્ત


- આ દરમિયાન રાહુલ દ્રવિડ પણ નેટ્સમાં હાજર હતો

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2022, મંગળવાર

ટીમ ઈન્ડિયાનો ગુરુવારે 10 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલનો મુકાબલો છે. આ કારણોસર મંગળવારે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરવા માટે એડિલેડમાં ઉતરી હતી જ્યાં શરૂઆતથી જ તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે નેટની બહાર નીકળી ગયા હતા. જોકે, ટૂંક સમયમાં ભારતીય કેમ્પમાંથી પણ રાહતના સમાચાર મળ્યા હતા.

જ્યારે રોહિત શર્મા નેટમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ હરિનો એક બોલ તેના જમણા હાથમાં વાગ્યો જેના કારણે તે થોડો અસહજ દેખાતો હતો અને થોડો દુખાવો અનુભવતો હતો ત્યારબાદ થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ તેની પાસે પહોંચ્યો હતો પરંતુ રોહિતે પણ પોતાની બેટ મૂકી દીધી હતી અને હાથમાથી ગ્લવ્સ કાઢી નાખ્યા હતા. ત્યારબાદ તે નેટની બહાર ચાલ્યો ગયો હતો.

રાહુલ દ્રવિડ પણ નેટ્સમાં હાજર હતો. થોડી જ વારમાં ફિઝિયો અને ડૉક્ટર રોહિત શર્મા પાસે પહોંચ્ય, જ્યાં તેમણે રોહિતની ઈજાની તપાસ કરી. ફિઝિયોએ તેના હાથની થોડી મસાજ કરી અને રોહિત શર્મા થોડીવાર ડ્રિંક્સ બોક્સ પર બેસી ગયો. આ દરમિયાન તેણે રાહુલ દ્રવિડ સાથે વાત કરી અને પછી તે ફરી નેટ્સમાં આવી ગયો હતો. પહેલા તેણે તેણે કેટલાક બોલ સ્ટિક વગર રમ્યો પરંતુ બાદમાં સ્ટિકથી થ્રો ડાઉન કરવા માટે કહ્યું હતું.

ઈજાગ્રસ્ત થયા બાદ ફરીથી નેટ્સમાં ઉતરેલા રોહિત શર્મા માટે થ્રો ડાઉન સ્પેશ્યાલિસ્ટ હરિએ પહેલા તો સ્ટિક વગર જ બોલિંગ કરી પરંતુ જ્યારે રોહિત સિક્સ શોટ રમ્યો ત્યારે તેણે કહ્યું કે હવે સ્ટિકથી બોલિંગ કરો. જ્યારે તે ત્રણ સારા શોટ રમ્યો ત્યારે કોચ રાહુલ દ્રવિડે તાળીઓ પાડી. આમ ભારત માટે રાહતના સમાચાર છે કે નોકઆઉટ મેચ પહેલા કેપ્ટન રોહિત શર્મા સંપૂર્ણ રીતે ફિટ છે.